For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઇએ પુરાવાને તોડી-મરોડીને રજૂ કર્યા છે : RJD

ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટ દ્વારા દોષી જાહેર કરાયા પછી આરજેડીએ પ્રેસવાર્તા કરીને સીબીઆઇથી લઇને નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે અંગે વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

બિહારના બહુચર્ચિત ચારા કૌભાંડમાં રાંચીની વિશેષ સીબીઆઇ કોર્ટે લાલુ યાદવને દોષી જાહેર કર્યા છે. કોર્ટ આ મામલે 3 જાન્યુઆરીના રોજ સજાનું એલાન કરશે. લાલુ યાદવને આ પછી પોલીસ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા છે. જો કે લાલુ યાદવને દોષી જાહેર કરતા અનેક આરજેડી નેતાઓ અને કાર્યકર્તાઓ રડી પડ્યા હતા. તો બીજી તરફ લાલુ યાદવને દોષી જાહેર કર્યા પછી પાર્ટીના પ્રવક્તા મનોજ ઝાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિહારની નીતિશ કુમાર સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. મનોજ ઝાએ કોર્ટની બહાર કહ્યું હતું કે જે નિર્ણય આવ્યો છે તેનાથી અમે દુખી છીએ. અમે ગત 22 વર્ષથી આ વાતને સહન કરી રહ્યા છીએ. કોર્ટમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ વાતની સાબિતી આપતા મનોજ ઝાએ કહ્યું કે કોર્ટમાં જે વ્યક્તિને સાક્ષી બનાવ્યો છે તેણે કોર્ટ રૂમમાં કહ્યું કે તેને પૈસાના કિલયરન્સનો ફેક્સ પટનાથી આવ્યો છે. આ ફેક્સ લાલુ યાદવે મોકલ્યો છે.

RJD

ત્યારે તે સમયે અનેક જિલ્લામાં બેનામી પૈસાનું કિલયરન્સ થઇ રહ્યું હતું. આ એલર્ટ લાલુ યાદવે મોકલ્યું હતું. તેમણે કહ્યું કે આ દેશમાં પહેલી વાર તેવું થઇ રહ્યું છે કે કૌભાંડ વિરુદ્ધ જે વ્યક્તિએ એફઆઇઆર નોંધાવી તેને જ આજે સજા અપાઇ રહી છે. જે લોકો લાલુ યાદવને રાજનૈતિક રીતે લડી ના શક્યા તે લોકો લાલુજીને આ રીતે તોડવા માંગે છે. મનોજ ઝાએ કહ્યું કે સીબીઆઇ સરકારના કહેવા પર કામ કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે આ નિર્ણય વિરુદ્ધ તે ઉપરની કોર્ટમાં જશે. મનોજ ઝાએ કહ્યું કે તેમને ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ છે. પણ સીબીઆઇ જાણીજોઇને લાલુ યાદવને ફસાઇ રહી છે. અને તે તમામની પાછળ ભાજપ સરકારનો હાથ છે. સીબીઆઇ કેન્દ્રના પ્રેશરના કારણે કામ કરી રહી છે. અને સીબીઆઇએ પુરાવાને તોડી-મરોડીને રજૂ કર્યા છે.

English summary
RJD Press Conference Over CBI Special Court Verdict about Lalu Prasad Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X