For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDAનો સાથ છોડનાર ઉપેન્દ્ર કુશવાહા 'મહાગઠબંધન'માં સામેલ થયા

NDAનો સાથ છોડનાર ઉપેન્દ્ર કુશવાહા 'મહાગઠબંધન'માં સામેલ થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તાજેતરમાં જ એનડીએથી અલગ થયેલ રાલોસપાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવહા મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફ્રન્સમાં શરદ યાદવ, જીતન રામ માંઝી, તેજસ્વી યાદવ, અહમદ પેટલની સાથે ઉપેન્દ્ર કુશ્વાહા પણ હાજર રહ્યા. આની સાથે જ બિહારમાં કોંગ્રેસ અને રાજદથી રાલોસપાનું ગઠબંધન થઈ ગયું છે જે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ફટકા સમાન થઈ શકે છે.

મહાગઠબંધનમાં સામેલ થયા કુશવાહા

મહાગઠબંધનમાં સામેલ થયા કુશવાહા

બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા અને એનડીએનો સાથે છોડી ચૂકેલ ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (RSLSP)ના નેતા રાજધાની દિલ્હીમાં એકજુટ થયા. આ દરમિયાન શરદ યાદવે કહ્યું કે દેશમાં વિપક્ષી દળો એકજુટ થવાનું એક અભિયાન ચાલી રહ્યું છે અને આ ક્રમમાં આજે ઉપેન્દ્ર કુશવાહા મહાગઠબંધનનો ભાગ બની ગયા છે.

તેજસ્વીએ ભાજપ પર હુમલો કર્યો

તેજસ્વીએ ભાજપ પર હુમલો કર્યો

આ દરમિયાન રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધને જે ફોર્મ્યુલા શરૂ કર્યો હતો, તેને રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરુદ્ધ અમલમાં લાવવામાં આવી શકે છે. તેજસ્વીએ કહ્યું કે દેશહિતમાં ભાજપ વિરુદ્ધ, પીએમ મોદી વિરુદ્ધ આ ગઠબંધનની હકિકત બદલવી જોઈએ. તેજસ્વીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે સરકારમાં રહી પોતાના સહયોગીઓનો સામનો નથી કર્યો. બિહારમાં પણ ઉપેન્દ્ર કુશવાહાને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. તેજસ્વીએ કહ્યું કે જનતાના દિલોનું ગઠબંધન છે.

કુશવાહા બોલ્યા- બિહારની જનતાના આદેશ પર આવ્યા એક મંચ પર

કુશવાહા બોલ્યા- બિહારની જનતાના આદેશ પર આવ્યા એક મંચ પર

તેજસ્વીએ કહ્યું કે દેશની જનતા ઠગોને જવાબ આપશે. તેજસ્વીએ કહ્યું કે એનડીએએ પોતાના કેટલાય સાથીઓને ગુમાવી દીધા છે. તેજસ્વીએ રાહુલ ગાંધીને પણ મહાગઠબંધનમાં ભરોસો વ્યક્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા. ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે મહાગઠબંધનના એમના સન્માનને કાયમ રાખશે. તેમણે કહ્યું કે લાલૂ યાદવ અને રાહુલ ગાંધીએ ઉદારતાનો પરિચય આપ્યો. તેમણે કહ્યું કે બિહારની જનતાની ભાવનાઓની કદર કરતા આમની સાથે મંચ પર આવ્યા છે. તેમણે પીએમ મોદીને તેમના વાયદા યાદ અપાવ્યા. જ્યારે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કરવા બદલ કુશવાહાએ રાહુલ ગાંધીના પેટ ભરીને વખાણ કર્યાં.

પશ્ચિમ બંગાળઃ મમતાને ઝટકો, ભાજપની રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટે આપી મંજૂરી પશ્ચિમ બંગાળઃ મમતાને ઝટકો, ભાજપની રથયાત્રાને કોલકત્તા હાઈકોર્ટે આપી મંજૂરી

English summary
RLSP leader Upendra Kushwaha Joins Mahagathbandhan in Bihar Congress AICC RJD HAM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X