For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિમિનલ રેકોર્ડવાળા સાંસદોને સરકારે આપી વિદેશી બંદૂક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

crime-background-mp
બેંગ્લોર, (અજય મોહન) દેશની સુપ્રીમ કોર્ટે બુધવારે આદેશ જાહેર કર્યો કે કોઇપણ સાંસદ કે પછી ધારાસભ્ય પર જેવો ગુનો સાબિત થાય કે તરત તેની સદસ્યતા ખતમ કરી દેવી જોઇએ. સરકાર કોર્ટનો આદેશ માનશે કે નહી, તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ ગુનાહિત છબિવાળા સાંસદોને પ્રોત્સાહન આપવાનું બંધ કરશે કે નહી તે વિચારવા જેવી વાત છે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સરકાર પોતે સાંસદોને બંદૂક પુરી પાડે છે તે પણ વિદેશી.

તમે અચંબામાં પડી ગયા હશો, પરંતુ આરટીઆઇ દ્વારા માગવામાં આવેલી સૂચના અનુસાર દેશના સાંસદોને 1987 થી 2001 દરમિયાન 675 બંદૂકો આપવામાં આવી છે, જ્યારે 2001 થી 2004 દરમિયાન 39 અને 2005 થી 2012 દરમિયાન 42 બંદૂકો સાંસદોને ઓછા ભાવે આપવામાં આવી હતી. તેમાં રિવોલ્વર તથા નાની-મોટી બધી જ બંદૂકોનો સમાવેશ થાય છે. આ તે બંદૂકો છે તે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. એટલે કે 1987 થી 2012 સુધી 756 બંદૂકો સાંસદોને આપવામાં આવી છે. કુલ 82 સાંસદોને આ બંદૂકો ખરીદી છે.

બંદૂકો ખરીદતી વખતે 82 માંથી 18 સાંસદો વિરૂદ્ધ બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયત્ન, અપહરણ, જેવા કેસ નોંધાયેલા છે. જો મુખ્ય નામ ગણાવીએ તો યુપીના બાહુબલી અતીક અહેમદ (44 કેસ) મહારાષ્ટ્રના અબૂ આસિમ આજમી (7 કેસ) અને યુપીના રાકેશ સચાન (7 કેસ) નો સમાવેશ થાય છે.

જરા વિચારો એક તરફ સુપ્રીમ કોર્ટ ગુનાહિત સાંસદો પાસેથી ખુરશીનો અધિકાર છીનવી લેવાનો આદેશ આપે છે, તો બીજી તરફ સરકાર આવા જ નેતાઓને શસ્ત્ર પુરા પાડે છે. એ પણ એવા શસ્ત્ર જે વિદેશમાં તૈયાર કરવામાં આવ્યા છે કે પછી ભારતમાં તૈયાર કરી વિદેશ લઇ જવામાં આવતા હતા. આનાથી શરમજનક વાત તો એ છે કે આવા સાંસદો સસ્તા ભાવે બંદૂક રિવોલ્વર પુરી પાડવામાં આવી.

આ સમાચારમાં બંદૂક પુરી પાડવાના આંકડા એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રોફોર્મ સાથે જોડાયેલ આરટીઆઇ એક્ટિવિસ્ટ અંબ્રીશ પાંડે દ્વારા માંગવામાં આવેલી સૂચના પ્ર આધારિત છે.

English summary
Government of India has sold out guns seized by customs to Members of Parliament (MPs) and VIPs. Guns were sold well below market price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X