ઝુનઝુનુમાં ગમખ્વાર અકસ્માત, 8 મોત, 23 લોકો ઘાયલ

રાજસ્થાનના ઝુનઝુન જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જ્યાં ટ્રેક્ટર અને ટ્રોલી ખીણમાં ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. આ સાથે આ અકસ્માતમાં 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ અને બે સગીરનો સમાવેશ થાય છે. ઝુનઝુનુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતો સોમવારે સાંજે પહાડી મંદિરથી પરત ફરી રહ્યા હતા.

accident

ઝુનઝુનુના એએસપી તેજપાલ સિંહે જણાવ્યું હતું કે, તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ઝુનઝુનુના ડીએમ ખુશાલ યાદવે જણાવ્યું હતું કે, કુલ 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 8ના મોત થયા છે.

તમામ પીડિતો મનસા માતાના મંદિરેથી પરત ફરી રહ્યા હતા. માણસા માતાના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં આ લોકો ભાગ લેવા પહોંચ્યા હતા. આ અકસ્માત મંદિરથી લગભગ એક કિલોમીટરના અંતરે થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ટ્રેક્ટર ટ્રોલી ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માત બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X