For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ, નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી, પહોંચી પ્રિયંકા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રૉબર્ટ વાડ્રાની પીઠ અને પગમાં પીડા હતી જેના કારણે તેમને સોમવારે નોઈડાના સેક્ટર 11 સ્થિત મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ડૉક્ટરોએ તેમને પરામર્થ આપ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરી લેવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. સોમવારે સાંજે લગભગ 7.30 વાગે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પોતાના પતિ વાડ્રાને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

robert

જો કે પ્રિયંકા ગાંધી થોડી વાર બાદ મુલાકાત કર્યા બાદ પાછા જતા રહ્યા હતા પરંતુ ફરીથી તે પાછા આવી ગયા હતા. મેટ્રો હોસ્પિટલમાં વરિષ્ઠ ઑર્થોપેડિક સર્જન વાડ્રાનો ઈલાજ કરી રહ્યા છે. વાડ્રાના કારણે આખી હોસ્પિટલની સુરક્ષા એસપીજીની ટીમ કરી રહી છે અને હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ચૂંટણીના દિવસે જ વાડ્રા હોસ્પિટલમાં ભરતી થયા છે. મતદાન બાદ તમામ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા તે બાદ કોંગ્રેસની સ્થિતિ ઠીક નથી જોવા મળી રહી. એક્ઝિટ પોલ અનુસાર એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં કમબેક કરવા જઈ રહી છે.

<strong>આ પણ વાંચોઃ ગુજરાતઃ કચ્છમાં હરામીનાળા પાસે BSF એ બે માછીમારો સહિત એક બોટ પકડી, સર્ચ ઑપરેશન શરૂ</strong>આ પણ વાંચોઃ ગુજરાતઃ કચ્છમાં હરામીનાળા પાસે BSF એ બે માછીમારો સહિત એક બોટ પકડી, સર્ચ ઑપરેશન શરૂ

English summary
Robert Vadra admitted to the Noida Metro hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X