રોબર્ટ વાઢેરાએ જમીન ખરીદી તો શું ગુનો કર્યો: અશોક ગેહલોત

ashok-gehlot
જયપુર, 11 જુલાઇ: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે રોબર્ટ વાઢેરાએ જો રાજસ્થાનમાં જમીન ખરીદી છે તો શું ગુનો કર્યો છે. અશોક ગેહલોતે ગુરૂવારે સંવાદદાતાઓને કહ્યું હતું કે રોબર્ટ વાઢેરા ભારતના નાગરિક છે અને કોઇપણ સ્થળે જમીન ખરીદી શકે છે.

રાજસ્થાનમાં જો રોબર્ટ વાઢેરાએ જમીન ખરીદી છે તો સરકારે તેમાં તેમની મદદ કરી નથી. તેમને ભાજપા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે લોકો જમીનનો ધંધો કરી રહ્યાં છે તે પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભાની ચૂંટણી સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે આ જ મેદાન છે, આ જ ઘોડા છે નિર્ણય પ્રજાએ કરવાનો છે. અમે પ્રજા વચ્ચે અમારા કામને લઇ જઇશું નિર્ણય જનતાને કરવાનો છે અને તેમનો નિર્ણય માન્ય હશે. તેમને કહ્યું હતું કે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને ચૂંટણી સાથે જોડીને જોવી ન જોઇએ. જાહેરાતોને અમલી કરવામાં સમય લાગે છે. માટે જો કોઇ એમ કહે છે કે ચૂંટણીને જોતાં કામ થઇ રહ્યાં છે તો તે યોગ્ય નથી.

તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંસદ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ શાસિત પ્રદેશોના કાર્યની સમીક્ષાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે સમીક્ષા કરવી સારી વાત છે જેથી દરેક મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ એ જણાવે કે ત્રણ મહિનામાં શું કામ કર્યું અને નક્કી સમય બાદ કામની સમીક્ષા કરવામાં આવશે. મંત્રીમંડળના સભ્યોના કામની સમીક્ષા કરવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દરેક કેબિનેટ બેઠકમાં આ જ કામ કરું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X