'ખોટા દસ્તાવેજોથી 3.5 કરોડની જમીન 58 કરોડમાં વેંચી'
ચંદીગઢ, 11 ઑગસ્ટઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાએ ગુડગાંવમાં ખોટા દસ્તાવેજ થકી જમીનનો સોદો કર્યો છે. હરિયાણાના વરિષ્ઠ આઇએએસ અશોક ખેમકા એ રોબર્ટ વાઢેરાની ગુડગાંવના શિકોહપુરમાં સાડા ત્રણ એકર જમીનના સોદા મામલે બનાવેલી રિપોર્ટમાં આ વાત કરી છે. ખેમકા પોતાનો આ રિપોર્ટ હરિયાણા સરકારને 21 મેનો રોજ સોંપ્યો હતો.
આ જમીનના સોદાની તપાસ કર્યા બાદ આઇએએસ ખેમકાએ જમીનની રજીસ્ટ્રીને જ રદ કરી દીધી હતી. ખેમકાએ સરકાર દ્વારા રચિત તપાસ સમિતિને આપેલા જવાબમાં કહ્યું છે કે, આ ડીલ 58 કરોડ રૂપિયાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો છેલ્લા આઠ વર્ષમાં હરિયાણાના તમામ જમીન ગોટાળાનો હિસાબ કરવામાં આવે તો આ ગોટાળો 20 હજારથી 3.5 લાખ કરોડ રૂપિયા હોઇ શકે છે.
ખેમકાએ 100 પેજનો રિપોર્ટ હરિયાણા સરકારે બનાવેલી ત્રણ સભ્યોની તપાસ સમિતિને સોંપી છે. નોંધનીય છે કે, વાઢેરા અને ડીએલએફ વચ્ચે થયેલી આ ડીલમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યા બાદ સરકારે ઓક્ટોબર 2012માં તપાસ સમિતિની રચના કરી હતી. ખેમકાએ કહ્યું કે, વાઢેરાને કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ હોવાના કારણે પ્રાથમિકતા આપવામાં આવી. હરિયાણા કેડરના વરિષ્ઠ આઇએએસ ખેમકાએ ગત વર્ષે આ ડીલમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
