For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઢેરા ગોટાળો નહીં આ તો 3G ગોટાળો છે: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

robert-vadra-priyanaka-gandhi
નવી દિલ્હી, 12 ઑક્ટોબર: ભાજપે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને રાષ્ટ્રીય જમાઇ જાહેર કરતાં કહ્યું હતું કે વાઢેરા ગોટાળો દેશનો 3જી ગોટાળો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે દેશની સરકારે જ આ પહેલાં 2જી અને પછી કોલગેટ ગોટાળો આપ્યો છે હવે જીજાજી ગોટાળો આપ્યો છે. અફસોસ એ વાતનો છે કે આ બધું વડાપ્રધાન મનમોહન સિંહની નજર હેઠળ થઇ રહ્યું છે માટે તે અર્થશાસ્ત્રી નહી પરંતુ અનર્થશાસ્ત્રી છે. આ વાત ભાજપના નેતા અનંત કુમારે પટનામાં કહી હતી. આ અગાઉ વાઢેરા માટે આ શબ્દોનો ઉપયોગ સ્મૃતિ ઇરાનીએ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટે અરજી મંજૂર કરી લીધી છે. આ કેસ સુનાવણી 21 ઑક્ટોબરના રોજ થશે. કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. અરવિંદ કેજરીવાલે વાઢેરા પર ભષ્ટ્રાચારના આરોપો લગાવ્યા છે.

કેજરીવાલના જણાવ્યા મુજબ ગુડગાંવમાં 30 એકર જમીન પર હોસ્પિટલ બનાવવાની હતી પરંતુ હરિયાણા સરકારે જમીન પર નોટિફિકેશન જાહેર કરી દિધી જેના કારણે જમીન પર ડીએલએફનો કબજો થઇ ગયો અને આ બધુ રોબર્ટ વાઢેરાના ઇશારા પર થયું તેમને પણ આ ડીલમાં નફો મેળવ્યો છે. તે આ કેસમાં 50 ટકા ભાગીદાર હતા. એટલું જ નહી વાઢેરા હંમેશા સોનિયા ગાંધીના જમાઇ હોવાનો ફાયદો ઉઠાવ્યો છે ત્યારે તો તેમની સંપત્તિ પાંચ લાખમાંથી 300 કરોડ થઇ ગઇ.

કેજરીવાલ બાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલાએ પણ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમને પણ શંકા વ્યક્ત કરી છે કે વાઢેરાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી ગુડગાંવને અડીને આવેલા મેવાત વિસ્તારની મૂલ્યવાન જમીનમાંથી મોટો નફો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ અને હરિયાણા સરકારે કેજરીવાલના બધા જ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે.

English summary
Robert Vadra And UPA is Totally Corrupt said BJP in Patna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X