મની લૉન્ડ્રિંગ કેસમાં આજે ફરી થશે રોબર્ટ વાડ્રાની પૂછપરછ
મની લૉન્ડ્રિંગ કેસમાં આજે ફરી થશે રોબર્ટ વાડ્રાની પૂછપરછ
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની બુધવારે થયેલ પૂછપરછ લગભગ 6 કલાક સુધી ચાલી હતી. આજે ફરી ઈડી વાડ્રાની ફરી પૂછપરછ કરશે. ખુદ પ્રિયંગા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રાને ઈડીના કાર્યાલય છોડવા પહોંચ્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ પોતાના પતિ રોબર્ટ વાડ્રા ઈડી કાર્યાલય પહોંચ્યા બાદ કહ્યું કે તે પોતાના પરિવાર સાથે છે. તેમણે કહ્યું કે તે મારા પતિ છે, મારો પરિવાર છે, હું મારા પરિવારનું સમર્થન કરીશ.

પ્રિયંકા ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે વાડ્રાને ઈડી કાર્યાલય એવા માટે છોડવામાં આવો છો કે જેથી સંદેશ મોકલી શકાય તો તેમણે કહ્યું કે સૌકોઈ જાણે છે કે આખરે કેમ અહીં બોલાવવામાં આવ્યા છે અને શું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે વાડ્રા દ્વારા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર પણ હુમલો બોલ્યો. ભાજપપે બંને પર તીખા હુમલા બોલતા કહ્યું કે તે જણાવે કે આખરે કેવી રીતે વાડ્રા રોડપતિથી કરોડપતિ બની ગયા.
બીજી બાજુ કોંગ્રેસ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રોબર્ટ વાડ્રાને રાજનીતિને પગલે જાણીજોઈને ફસાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રોબર્ટ વાડ્રા પહેલીવાર ઈડી સમક્ષ રજૂ થયા છે. અગાઉ તે પોતાના પ્રતિનિધિ અને વકીલને જ આ મામલા માટે મોકલતા હતા. વાડ્રા પર મની લોન્ડ્રિંગનો આરોપ છે, આ સિલસિલામાં ઈડીએ બુધવારે તેમની પૂછપરછ કરી હતી અને આજે ફરી વાડ્રાની પૂછપરછ કરવામાં આવશે. બુધવારે ઈડીએ વાડ્રાની લગભગ 6 કલાક સુધીની મેરેથોન પૂછપરછ કરી હતી, આ દરમિયાન વાડ્રાનું સ્ટેટમેન્ટ પણ નોંધામાં આવ્યું. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે આજે ફરી એકવાર 10.30 વાગ્યે તેમની પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો- મહાસચિવ બન્યા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં સામે આવ્યો પ્રિયંકા ગાંધીનો પહેલો ફોટો












Click it and Unblock the Notifications
