આખરે એનડી તિવારીએ રોહિત શેખરને માન્યો પોતાનો દીકરો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 માર્ચ: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આંધ્ર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીના બાયોલોજિકલ પુત્ર રોહિત શેખરે મીડિયાની સામે પોતાના પિતા તિવારીને પૂછ્યું કે 'તમે મારો સ્વિકાર કરો છો તો મારી માતાનો શા માટે સ્વિકાર નથી કરતા?'

સોમવારની સાંજે પ્રેસકોન્ફરન્સમાં મીડિયાની સામે રોહિતે તિવારીને તમામ સવાલ પૂછ્યા. રોહિતે પૂછ્યું કે આપે મને પુત્ર તરીકે સ્વીકાર કરી લીધો છે. રોહિતે મીડિયાની સામે જણાવ્યું કે 'કોઇ છળ કપટ ના કરો, બસ મારો બધાની સામે સ્વીકાર કરે. જે કહેવું હોય તે કહી દો. અને વિવાદને હંમેશા માટે ખતમ કરો. આની પર એનડી તિવારીએ માન્યું કે 'માની લીધું, માની લીધું, માની લીધું...''

એન ડી તિવારીને જ્યારે આ પૂછવામાં આવ્યું કે આપ રોહિત શેખરને તમારા ઉત્તરાધિકારી માનો છો, તો તિવારીએ કહ્યું કે હા માની તો લીધો, તો હવે તેમાં શું વાંરવાર પૂછવાનું. તિવારીએ જણાવ્યું કે રોહિતનો ચહેરો પણ મારાથી મળે છે.

nd tiwari
રોહિત શેખરે જણાવ્યું કે મને માત્ર એ વાતની ખુશી છે કે તિવારીએ મને પોતાનો દિકરો માની લીધો પરંતુ રંજ એ વાતનો છે કે તેમણે હજી સુધી મારી માતાને તે સન્માન આપ્યું નથી, જે તેને મળવું જોઇએ. હવે પરંપરાઓ તૂટી રહી છે અને નવી પરંપરાઓને સુપ્રીમ કોર્ટ પણ માની રહી છે, તો આપને સ્વીકાર કરવામાં શું વાંધો છે. આ દરમિયાન રોહિત શેખરે મીડિયાની સામે તિવારીને ઘણા સવાલો કર્યા.

મીડિયાએ પૂછ્યું કે શું રોહિત તે સંસંદીય વિસ્તારથી ચૂંટણી લડશે જ્યાંથી તિવારી ચૂંટણી લડ્યા હતા. તેમનો જવાબ હતો આ વિશે અત્યારે કંઇ કઇ ના શકાય.

English summary
Narayan Dutt Tiwari has finally accepted Rohit Shekhar has his biological son. Now Rohit is asking him to accept his mother too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.