For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ રોહિત શેખરની હત્યા કેસમાં તિહાર જેલમાં અપૂર્વા શુક્લા આ શીખે છે

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર મર્ડર કેસમાં નવી વાત સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર મર્ડર કેસમાં નવી વાત સામે આવી છે. હકીતમાં રોહિતની હત્યાના આરોપમાં તેની પત્ની અપૂર્વા શુક્લ તિહાર જેલમાં બંધ છે. જેલના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમામ અપૂર્વા શુક્લા ટેરો કાર્ડ રિડીંગ શીખી રહી છે. મળતી માહિતી પ્રમાણે અપૂર્વા શુક્લા શરૂઆતથી જ ટેરો કાર્ડ રીડિંગ શીખવા ઈચ્છતી હતી. આ ઈચ્છા તે જેલમાં પૂરી કરી રહી છે.

ભવિષ્ય જાણવા માટે ટેરો કાર્ડ રીડિંગ શીખી રહી છે અપૂર્વા

ભવિષ્ય જાણવા માટે ટેરો કાર્ડ રીડિંગ શીખી રહી છે અપૂર્વા

તિહાર જેલમાં લગભગ દોઢ વર્ષથી ટેરો કાર્ડ રીડિંગ શીખવી રહેલી ડૉ. પ્રતિભા સિંહનું કહેવું છે કે જેલમાં કાર્ડ રીડિંગનું સત્ર અટવાડિયામાં બે વાર હોય છે. આ સેશન મંગળવાર અને શુક્રવારે 2 કલાક માટે હોય છે. જેમાં અપૂર્વા શુક્લા સૌથી આગળ બેસે છે. પ્રતિભા સિંહે કહ્યું, 'અપૂર્વાએ શરૂઆતમાં જ મને સંપર્ક કર્યો હતો. અત્યાર સુધી તે સાત સેશન ભરી ચૂકી છે. અપૂર્વા હંમેશા ક્લાસમાં હાજર રહેવા પ્રયત્ન કરે છે. એકવાર અદાલતમાં સુનાવણીને કારણે તેનું સેશન છૂટ્યું હતું. તો તે દુખી હતી.'

અપૂર્વા હંમેશા સેશનમાં હાજર રહેવા પ્રયત્ન કરે છે.

અપૂર્વા હંમેશા સેશનમાં હાજર રહેવા પ્રયત્ન કરે છે.

ડૉ. પ્રતિભા સિંહે કહ્યું, '36 વર્ષની અપૂર્વા શુક્લા 5-6 વર્ષથી ટેરો કાર્ડ રીડિંગ શીખવા ઈચ્છતી હતી. પરંતુ કોઈને કોઈ કારણે તે નહોતી શીખી શકી. હાલ તો અપૂર્વા મારા ક્લાસમાં ટેરો કાર્ડમાં ખૂબ રસ લઈ રહી છે' તેમણે કહ્યું, 'હત્યાની આરોપી અપૂર્વા શાંત રહે છે, એટલું જ નહીં તે ઉત્સાહિત અને આત્મ વિશ્વાસુ દેખાય છે.' જેલના સૂત્રોના કહેવા પ્રમામે અપૂર્વા જેલમાં મહિલા સેલમાં કેદ છે અને તેને કોઈ પસ્તાવો નથી થઈ રહ્યો.

15 એપ્રિલે રાતે થઈ હતી રોહિત શેખરની હત્યા

15 એપ્રિલે રાતે થઈ હતી રોહિત શેખરની હત્યા

ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલે રાતે રોહિત શેખરની હત્યા થઈ હતી. શરૂઆતમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 15 એપ્રિલની રાતે રોહિત શેખરના ઘરમાં જ ગળુ દબાવીને તેની હત્યા થઈ હતી. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે હત્યા ઘરની જ કોઈ વ્યક્તિએ કરી હતી. બાદમાં પોલીસે પરિવારના લોકો સાથે પૂછપરછ કરી. પૂછપરછ અને તપાસમાં અપૂર્વા શુક્લા પર પોલીસને શંકા ગઈ. આખરે પોલીસે અપૂર્વા શુક્લાની ધરપકડ કરી.

જાણો કેવા હતા અપૂર્વા અને રોહિતના સંબંધો

જાણો કેવા હતા અપૂર્વા અને રોહિતના સંબંધો

રોહિત શેખરના મોત મામલે અપૂર્વા શુક્લાની ધરપકડ બાદ આ કેસની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આખા કેસમાં રોહિતની માતા ઉજ્જવલાએ શરૂઆતમાં જ પોલીસને કહ્યું હતું કે અપૂર્વા અને રોહિતના સંબંધો બરાબર નહોતા. અને બંને ડિવોર્સ લેવાના હતા. બાદમાં ઉજ્જવલાએ રોહિત મર્ડર કેસને લઈ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઉજ્જવલાએ કહ્યું કે તેણે પુત્ર રોહિતને અપૂર્વા વિશે પહેલા જ ચેતવ્યો હતો, પરંતુ તેની વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું.

English summary
Rohit shekhar murder case apporva shulka learns tarot card reading in jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X