For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહતક : આશ્રમ મુદ્દે તણાવ સર્જાયો, સૈનિકો તૈનાત

|
Google Oneindia Gujarati News

rohtak-tention
રોહતક, 13 મે : હરિયાણાનાં રોહતકમાં સ્થાનિક લોકો અને પોલીસની વચ્ચે અથડામણ સર્જાઈ છે. એક આશ્રમ પરનાં કબજાને લઈને થયેલી આ અથડામણમાં અંદાજે 50 પોલીસકર્મીઓ સહિત 116થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરીંગમાં ત્રણ વ્યક્તિનાં મરણ થયા છે. સ્થિતી પર કાબુ મેળવવા સીઆરપીએફનાં જવાનોને તૈનાત કરાયા છે.

આ વિસ્તારમાં હાલમાં પણ તંગદીલી વ્યાપી છે. આ તરફ અહીંના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ મામલે મેજિસ્ટ્રેટ તપાસનાં આદેશ આપ્યાં છે. રોહતકમાં ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ હરિયાણા રોડવેઝની બે બસ અને એક એમ્બ્યુલન્સને આગ લગાડી દીધી છે. એક દારૂની ભટ્ટીને પણ આગનાં હવાલે કરી દેવાઈ છે. આવતા-જતા વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.

આ કેસમાં અંદાજે એક ડઝન આર્ય સમાજનાં લોકની અટકાયત કરાઈ છે. આ સિવાય આર્ય પ્રતિનિધિ સભા હરિયાણાનાં સંરક્ષક આચાર્ય બલદેવની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આખોય ઝઘડો રોહતકનાં કરૌથા ગામમાં ઉપસ્થિત સતપાલ આશ્રમને લઈને થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ બે મહિના પહેલા સંત રામપાલ મહારાજને સતલોક આશ્રમનો કબજો સોંપાયો હતો પરંતુ સ્થાનિક લોકો અને આર્ય સમાજનાં લોકો આનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સંત રામપાલે ખોટી રીતે જમીનનું રજિસ્ટ્રેશન કરાવી અહીં આશ્રમ બનાવ્યો છે. તેમનો એ પણ આરોપ છે કે આશ્રમમાં અનૈતિક અને ખોટા કામો થઈ રહ્યા છે જેનાથી ગામનું વાતાવરણ દૂષિત થાય છે.

English summary
Rohtak : tension on Ashram issue, troops have been deployed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X