For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ટ્રેનથી પડતી મહિલાનો RPF જવાને આ રીતે જીવ બચાવ્યો

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરી રહી એક મહિલા સ્ટેશન અને ટ્રેન વચ્ચેના ગેપમાં આવી ગયી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરી રહી એક મહિલા સ્ટેશન અને ટ્રેન વચ્ચેના ગેપમાં આવી ગયી. પરંતુ સમયસૂચકતા વાપરી ડ્યુટી પર રહેલા આરપીએફ જવાને સ્ફ્રુતિ દેખાડી મહિલાને બચાવી લીધી. ખરેખર મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી એક ટ્રેન પર મહિલા ચડવાનો પ્રયાસ કરી રહી હતી તે સમયે ટ્રેન ચાલુ થઇ ગયી અને મહિલા ગભરાઈ ગયી.

video

ઉતાવળમાં ટ્રેનમાં ચડવાની કોશિશ કરી રહેલી મહિલાનો પગ સાડીમાં આવી ગયો અને તે લપસી ગયી. મહિલાનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો. ત્યાં જ હાજર રહેલા આરપીએફ જવાને સમયસૂચકતા વાપરી મહિલાને બચાવી લીધી. આ દરમિયાન ત્યાં હાજર ઘણા લોકો મદદ માટે આવી ગયા. આ મહિલા ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચડવાની કોશિશ કરી રહી હતી. જેને ગાર્ડે જોઈ લીધું અને ગાર્ડે પણ તરત ટ્રેન રોકી નાખી જેના કારણે મહિલાનો જીવ બચી ગયો.

આ ઘટના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગયી. તો તમે પણ જુઓ આ ઘટનાનો વિડિઓ અને ક્યારેય પણ આવી ભૂલ કરતા નહીં.

English summary
RPF personnel saved woman passenger life while she was boarding a train in mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X