'પ્રેમિકા સાથે લગ્ન કરવા છે તો 50 હજારની ડિપોઝિટ જમા કરાવો'
લખનઉ, 24 ડિસેમ્બર: તમે ઉત્તર પ્રદેશમાં રહો છો અને પ્રેમિકા સાથે પરિવારજનોની મરજી વિરૂદ્ધ લગ્ન કરવા માંગો છો તો તમારે 50 રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. જી હાં હાઇકોર્ટના એક આદેશ મુજબ પ્રેમીને પ્રેમિકાના નામે 50 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવી પડશે ત્યારબાદ જ તેની સાથે ફેરા લઇ શકશે. આ સિવાય પ્રેમીઓનું મિલન સંભવ નથી. આ આદેશ યૂપીના ડીજીપી દેવરાજ નાગરે પ્રદેશના પોલીસ મથકોને અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદાનું અનુસંધાન સંબંધી આપ્યા છે.
અલ્હાબાદ હાઇકોર્ટે લવ મેરેજ બાદ પ્રેમી દ્વારા પ્રેમિકાને દગો આપવાના વધતા જતા કેસને સંજ્ઞાન લેતાં આ નિર્ણય લીધો છે. જેમ જેમ પ્રેમ લગ્નના કિસ્સા વધતા જાય છે આ સાથે સાથે લગ્ન બાદ છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. એવામાં પૈસાની ગેરેન્ટીના લીધે પ્રેમમાં દગો મેળવનાર યુવતિઓ માટે થોડી રાહતની વાત હશે. સંત કબીરનગરના મહુલી નિવાસી રેખાની અરજી પર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર પ્રદેશમાં આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. હવે પ્રેમ લગ્ન કરનારાઓએ પોતાના પ્રેમના ભવિષ્યની ગેરેન્ટી આપવી પડશે.

હાઇકોર્ટની ડબલ બેંચે ગત 3 ડિસેમ્બરના રોજ આ મુદ્દે આદેશ પસાર કર્યો. ત્યારબાદ સરકારી વકીલ અખિલેશ સિંહે મુખ્ય સચિવ ગૃહ અનિલ ગુપ્તા અને ડીજીપી દેવરાજ નાગરને આ આદેશના પાલન સંબંધમાં 9 ડિસેમ્બરના રોજ એક પત્ર લખ્યો. ડીજીપી દેવરાજ નાગરે 13 ડિસેમ્બરના રોજ આ અંગ્રે પ્રદેશના દરેક જિલ્લાઓના કેપ્ટનોને પત્ર લખી આદેશનું પાલન કરવાનો નિર્દેશ કર્યો.
હાઇકોર્ટના નવા આદેશ અનુસાર પ્રેમીને પોતાની પ્રેમિકા નાને ત્રણ વર્ષ માટે 50 હજાર રૂપિયાની એફડી કરવાની રહેશે. જો ભવિષ્યમાં કોઇ સમસ્યા ના સર્જાઇ તો પ્રેમીને 50 હજાર રૂપિયા પરત મળી જશે. પ્રેમ લગ્ન કર્યા બાદ જો પ્રેમી અને પ્રેમિકાને દગો આપે છે તો તેના 50 હજાર રૂપિયા તો જશે જ આ સાથે જ તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
