For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી એરપોર્ટ જતી વખતે સંઘ પ્રમુખ મોહન ભાગવતની ગાડીનો એક્સિડન્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohan-bhagwat-443
નવી દિલ્હી, 4 જૂન: ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડેનું મંગળવારે એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. તે પોતાના સરકારી આવાસ પરથી એરપોર્ટ પર જઇ રહ્યાં હતા. ઠીક એ જ પ્રમાણે આજે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના કાફલાની ગાડી અકસ્માતનો ભોગ બન્યો. મોહન ભાગવત પણ એરપોર્ટ પર જઇ રહ્યાં હતા કે એક ટાટા સૂમો ગાડીએ સંઘ પ્રમુખના કાફલામાં ટક્કર મારી દિધી.

પ્રાપ્ત જાણકારી અનુસાર અકસ્માત આજે બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હીના કેંટ એરિયામાં થયો. પોલીના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાપ્ત જાણકારી અનુસાર અકસ્માતમાં મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોલીસે ટાટા સૂમોના ચાલકની ધરપકડ કરી લીધી છે. મોહન ભાગવતના કાફલાને ટક્કર મારનાર ગાડી પર હરિયાણાનો રજિસ્ટ્રેશન નંબર હતો. મોહન ભાગવતની સાથે આ અકસ્માત તે સમયે થયો હતો જ્યારે તે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટની તરફ જઇ રહ્યાં હતા.

પોલીસે મોહન ભાગવતના સુરક્ષા વાહનને ટક્કર મારનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરએસએસના પ્રવક્તા રામ માધવે સોશિયલ નેટવર્કિંગ પર જાણકારી આપતાં જણાવ્યું હતુંક એ મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Bhagwatji's vehicle hs NOT met wth any accident. Security vehicle bhind him was hit by a car. Bhagwatji is perfectly ok n left on his tour.</p>— Ram Madhav (@rammadhavrss) <a href="https://twitter.com/rammadhavrss/statuses/474100462119964672">June 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ટક્કર માર્યા બાદ સંઘ પ્રમુખની સાથે હાલના સ્ટાફને ટક્કર મારનાર ગાડીનો નંબર નોટ કરીને ટ્રાફિક પોલીસ અધિકારીને સોંપી દિધો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા ગોપીનાથ મુંડેનું પણ એરપોર્ટ જતી વખતે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જેમનો અંતિમ સંસ્કાર આજે મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Due to d impact of d crash d security vehicle was pushed forward n slowly pushed Bhagwatji's vehicle. Nothing happened to Mohanji</p>— Ram Madhav (@rammadhavrss) <a href="https://twitter.com/rammadhavrss/statuses/474100810096185344">June 4, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

English summary
RSS chief Mohan Bhagwat escaped unhurt in a road accident on Wednesday. The saffron leader's convoy was hit by a car in Delhi Cantt area but he is reported to be safe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X