બાળકોને પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવુ એ ડાબેરી ઈકોસિસ્ટમની અસર, તેમને આના પર ગર્વ પણ છેઃ મોહન ભાગવત
RSS chief Mohan Bhagwat on Leftist ecosystem: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે પૂણેમાં એક કાર્યક્રમમાં ડાબેરીઓની વિચારસરણી અને તેમની ઇકોસિસ્ટમ પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોહન ભાગવતે કહ્યું કે નાના બાળકોને તેમના પ્રાઇવેટ પાર્ટ વિશે પૂછવું એ ડાબેરી ઇકોસિસ્ટમ અને તેમની વિચારસરણીની અસર છે.
તેમણે કહ્યું કે પ્રી-સ્કૂલના વિદ્યાર્થીઓને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે શીખવવાનું શરૂ થઈ ગયું છે, સ્કૂલોમાં બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવામાં આવે છે. જુઓ તેમની વિચારસરણી ક્યાં સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે ડાબેરીઓને પણ તેમની દુષ્ટ વૃત્તિઓ પર ગર્વ છે.

મોહન ભાગવત પૂણેમાં એક મરાઠી પુસ્તક "જાગલા પોખરનારી ડેવી વાલવી (વિશ્વને નબળી બનાવનાર ડાબેરી ઉધઈ)"ના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા.
મોહન ભાગવતે કહ્યું, "મેં ગુજરાતની એક શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં એક શિક્ષકે મને કિન્ડરગાર્ટન શાળાની સૂચના માર્ગદર્શિકા બતાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ગખંડમાં શિક્ષકોએ શોધવાનું હોય છે કે, 'KG-2' ના વિદ્યાર્થીઓ તેમના પ્રાઈવેટ પાર્ટ્સના નામ જાણે છે કે નહિ. તમે લોકો જુઓ કે ડાબેરી વિચારસરણી કેટલી હદ સુધી પહોંચી ગઈ છે, લોકોની મદદ વિના આ શક્ય નથી. આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુ પર આવા હુમલા થઈ રહ્યા છે."
મોહન ભાગવતે કહ્યું, "અમેરિકામાં (ડોનાલ્ડ ટ્રમ્પ પછી) નવી સરકારની રચના પછી, પહેલો આદેશ શાળાઓ સાથે સંબંધિત હતો, જ્યાં શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે તેમના લિંગ વિશે વાત ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જાતે નિર્ણયો લેવા સક્ષમ હોવા જોઈએ. જો કોઈ છોકરો કહે કે તે હવે છોકરી છે, તો છોકરાને છોકરીઓ માટેના ટોયલેટનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ."
મોહન ભાગવતે કહ્યું, તેમની સંસ્કૃતિમાં દુર્ગંધ આવે છે. ડાબેરી લોકો અહંકારથી ભરેલા છે અને તેમને તેમની દુષ્ટ વૃત્તિઓ પર ગર્વ છે. તેની પાસે લોકોનું સમર્થન નથી પરંતુ તેમની પાસે અમુક પૈસા ચોક્કસ હોઈ શકે છે. પરંતુ તેમની ઇકોસિસ્ટમ વધી રહી છે. અમે પાછળ પડી રહ્યા છીએ. તેમણે આપણા વિશ્વ વિશે જે ભ્રમણા ઉભી કરી છે તેને આપણે દૂર કરવાની જરૂર છે. આ પુસ્તક આવા કાર્ય માટે એક પાઠ્યપુસ્તક છે."












Click it and Unblock the Notifications
