આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્માની ગોળી મારી હત્યા
આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્માને અજ્ઞાત બાઈક સવારો ઘ્વારા ફિરોઝાબાદમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્માને અજ્ઞાત બાઈક સવારો ઘ્વારા ફિરોઝાબાદમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે થયી હતી. ઘટના પછી સંદીપ શર્માનું શવ જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. આખી ઘટના પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી થઇ શકી. પોલીસને હજુ સુધી આ હત્યા પાછળ કોઈ પણ પુરાવા નથી મળી શક્યા.

આખી ઘટના પછી આગ્રા ઝોન આઇજી રાજા શ્રીવાસ્તવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને હત્યારાઓની શોધ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. તેમને જલ્દી પકડી લેવામાં આવશે. આ મામલે પોલીસ જાંચ કરી રહી છે, જલ્દી આ મામલે વધુ જાણકારી મળશે. આપણે જણાવી દઈએ કે આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્મા નિકાઉ ગામનો રહેવાસી હતો. તેની સાથે સાથે તે આરએસએસનો જિલ્લા પર્યાવરણ મુખિયા પણ હતો. હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું.












Click it and Unblock the Notifications
