આ 7 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત!
વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા સંક્રમણ અને વાયરસના નવા મ્યૂટેશનને જોતા ભારત સરકારે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ચીન સહિત 7 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
વૈશ્વિક સ્તરે કોરોનાના વધતા જતા સંક્રમણ અને વાયરસના નવા મ્યૂટેશનને જોતા ભારત સરકારે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ચીન સહિત 7 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવી માર્ગદર્શિકા જારી કરી છે અને કહ્યું છે કે આ માર્ગદર્શિકાના નિયમોનું પાલન થવું જોઈએ. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં હજુ પ્રબળ છે અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે.

ICMR ના ડીજી બલરામ ભાર્ગવે સરકારને પત્ર લખીને કહ્યું છે કે, SARS-CoV-2 માં નવા મ્યૂટેશનના અહેવાલો અને વૈશ્વિક સ્તરે વેરિઅન્ટ ઓફ કન્સર્ન (VOCs) અને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (Vols) ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતના એરપોર્ટ પર ઉતરતા 7 દેશોમાંથી આવતા નાગરિકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. આ સિવાય તેણે ઉડાન ભરતા પહેલા બીજો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.
કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેથી આવતા પ્રવાસીઓ માટે આ ટેસ્ટ ફરજીયાત રહેશે. આ ટેસ્ટ વિના મુસાફરોને બહાર આવવા દેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયાથી આવતા મુસાફરોને ભારતીય એરપોર્ટ પર લેન્ડિંગ પર ફરી RT-PCR ટેસ્ટ કરાવવો પડતો હતો, હવે આ 7 દેશોને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના કેસો ફરી એકવાર વધવા લાગ્યા છે. શુક્રવારે દેશમાં કોરોનાના 45452 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 4 લાખ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસ 40 હજાર ઉપર આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
