ગડકરીએ જે કરવું હોય તે કરે માફી નહીં માંગુઃ અંજલિ

નોંધનીય છે કે, અંજલિએ બુધવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સિચાંઇ ગોટાળા મામલે જ્યારે તે ગડકરીને મળ્યાં અને કહ્યું કે તે આ કૌભાંડ મુદ્દને ઉઠાવે, કારણ કે તેમાં એનસીપીના મોટા નેતાઓના હાથ છે, તો ગડકરીએ મદદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અંજલિના આ દાવા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ તેમને કાયદાકિય નોટીસ ફટકારી છે.
અંજલિએ કહ્યું છે કે ગડકરી જે કરવા ઇચ્છે તે કરી શકે છે, પરંતુ હું તેમની માફી નહીં માંગુ. ઉલ્લેખનીય છે કે અંજલિને નોટીસ ફટકાર્યાના અહેવાલ બાદ સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે તેને અયોગ્ય પગલું ગણાવ્યું હતું.
બીજી તરફ ભાજપે અંજલિના આરોપોને ખારિજ કરતા કહ્યું છે કે તે કોંગ્રેસ પ્રેરિત પગલું છે જેથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક તરફથી લોકોનું ધ્યાન ખસી જાય. પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે અંજલિના આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે.












Click it and Unblock the Notifications
