રૂડીએ જાતે પ્લેન ઉડાવી ભાજપના નેતાઓને ગોવા પહોંચાડ્યા

ત્યાર બાદ એવું જ થયું જેની આશા એક નેતા પાસેથી રાખવામાં આવે છે. રૂડીએ પાયલટની કોકપિટમાં જતા પહેલા ભાજપના નેતા કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. સૌથી મજેદાર સ્થિતિ ત્યારે થઇ જ્યારે એર હોસ્ટેસે ફ્લાઇટમાં પાયલટ અને કો પાયલટના નામોની જાહેરાત કરી. એર હોસ્ટેસે કો-પાયલટ તરીકે રાજીવ પ્રતાપ રૂડીના નામની જાહેરાત કરતા જ સૌને આશ્ચર્ય થયું હતું.
ત્યાર બાદ તો ઉડાન દરમિયાન રૂડીએ અનેકવાર પેસેન્જરો સાથે માઇક દ્વારા વાત કરી હતી. સમગ્ર માર્ગ દરમિયાવ રૂડી મુસાફરોને જાણકારી આપતા રહ્યા કે અત્યારે વિમાન કર્યા શહેર પરથી પસાર થઇ રહ્યું છે, વિમાન ડાબી બાજુ કે જમણી બાજુ વળી રહ્યું છે. રૂડીએ પાયલટ તરીકે પેસેન્જરોને તમામ માહિતી આપી જોકે પાયલટના હોદ્દાની ગરિમા જાળવતા એક નેતા તરીકે તેમણે પેસેન્જર પાસેથી વોટ માંગ્યા ન હતા.












Click it and Unblock the Notifications
