ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સત્તારૂઢ ગઠબંધન આગળ

તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર વામ મોર્ચાનો પ્રમુખ ઘટક માકપા 32 અને ભાકપા એક સીટ આગળ ચાલી રહ્યા છે. માકપા ઉમ્મેદવાર પાંચ બેઠકોથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ 20 સ્થાનો પર પાછળ છે. કોંગ્રેસની સહયોગી આઇએનપીટી ચાર સ્થાનો પર પાછળ ચાલી રહ્યું છે.
માકપાના ઘણા પ્રમુખ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. રાજ્યના નાણામંત્રી બાદલ ચૌધરી હરીશિયામુખ સીટ, ઉચ્ચ શિક્ષામંત્રી અનિલ સરકાર પ્રતાપગઢ સીટ અને ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી જીતેન્દ્ર ચૌધરી માનુ સુરક્ષિત સીટ પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ સુદીપ રે બર્મન અગરતલામાં આગળ ચાલી રહ્યા છે.
મેઘાલયમાં સત્તારૂઢ કોંગ્રેસ-યૂડીપી ગઠબંધન 60 સીટોમાંથી 14 સ્થાનો પર આગળ છે. કોંગ્રેસના 9 અને યુડીપીને પાંચ બેઠકો પર બઢત મળેલી છે. નાગાલેન્ડમાં પણ આ જ સ્થિતિ છે. સત્તારૂઢ નાગા પીપલ્સ ફ્રંટ 15 બેઠકો પર આગળ ચાલે છે. જ્યારે કોંગ્રેસ ચાર, જેડીયુ એક અને અન્ય બે સ્થાનો પર આગળ છે. નાગાલેન્ડમાં વિધાનસભાની કુલ 60 બેઠકો છે.












Click it and Unblock the Notifications
