આજે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન,

રશિયાના રાષ્ટ્ર્પતિ વ્લાદિમીર પુતિન આજે ભારતના પ્રવાસે આવી રહ્યા છે.

નવી દિલ્લીઃ રશિયાના રાષ્ટ્ર્પતિ વ્લાદિમીર પુતિન આજે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે શિખર વાર્તા પણ થશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેકનિકલના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર થઈ શકે છે.

Vladimir Putin

આજે સાંજે પીએમ મોદી અને પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મુલાકાત થશે. વળી, પુતિન પીએમ મોદીને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમનુ મૉડલ ગિફ્ટ કરશે. ત્યારબાદ પીએમ મોદી અને પુતિન વચ્ચે અનૌપચારિક વાતચીતનુ પણ સત્ર થશે. આ મીટિંગ વિશે નિર્ણય એપ્રિલ 2021માં જ લઈ લેવામાં આવ્યો હતો. મોદી-પુતિનની મુલાકાત પર અમેરિકા, ચીન અને પાકિસ્તાનની નજર અટકેલી છે. પુતિનના ભારત આવવાની સૂચના વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાચીએ ઔપચારિક રીતે આપી છે. તેમણે કહ્યુ કે પુતિન આજે બપોરે ભારત પહોંચશે. તેમના અને પીએમ મોદી વચ્ચે સાંજે 5.30 વાગે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે.

આશા રાખવામાં આવી રહી છે કે આજની મુલાકાતથી ભારત અને રશિયા વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય શરુ થશે. પુતિનના ભારત આવવાથી જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર પુષ્પેશ પંતે કહ્યુ છે કે તેમનુ ભારત આવવુ આ વખતે ઘણુ મહત્વનુ છે કારણકે ભારતને અનુભવવા લાગ્યુ છે કે અમેરિકા સાથે અતિ-નિર્ભરતા યોગ્ય નથી. હાલમાં જ જે રીતની પરિસ્થિતિઓ સામે આવી છે તેને જોઈને તેને અંદાજો થઈ ગયો છે કે જો ભારત પોતાના સંબંધો રશિયા સાથે મજબૂત નહિ કરે તો રશિયા ચીન સાથે વધુ મજબૂત થઈ જશે, કે જે તેમના માટે યોગ્ય નહિ થાય. હાલમાં ભારતને રશિયાથી એસ-400 મિસાઈલ સિસ્ટમની જરુર છે અને આમ પણ રશિયા સાથે ભારતના હિતોનો ટકરાવ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X