સબરીમાલા મંદિર વિવાદ પર કેરળ ભાજપ અધ્યક્ષનો સનસનીખેજ ઓડિયો આવ્યો સામે
કેરળ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને એ કહેતા સાંભળી શકાય છે કે પ્રદર્શન પાછળ ભાજપનો હાથ હતો.
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના વિરોધમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી તેના કારણે ત્યાં ઘણી હિંસા થઈ. મોટી સંખ્યામાં લોકો કોર્ટના ચૂકાદાના વિરોધમાં રસ્તા પર ઉતરી ગયા હતા અને મહિલાઓને મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ હવે આ મામલે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કેરળ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને એ કહેતા સાંભળી શકાય છે કે પ્રદર્શન પાછળ ભાજપનો હાથ હતો.

પ્રદર્શન પાછળ ભાજપનો હાથ
શ્રીધરન પક્ષની યુવા પાંખના કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે આ પ્રદર્શનોની પાછળ ભાજપ હતુ. એટલુ જ નહિ ઓડિયોમાં તે એ પણ કહે છે કે મંદિરના મુખ્ય પૂજારીને પણ તેમણે સલાહ આપી હતી કે મંદિરના ગર્ભગૃહનો દરવાજો બંધ રાખવો સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના નથી. તમને જણાવી દઈએ કે મંદિરના મુખ્ય પૂજારી કંડારુ રાજીવારુએ ધમકી આપી હતી કે જો 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં ઘૂસવા દીધી તો તે ગેટ બંધ કરાવી દેશે.

ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
શ્રીધરનનો આ વીડિયો સામે આવ્યા બાદ કેરળના મુખ્યમંત્રી અને સીપીએમ નેતા પી વિજયને ભાજપ પર પ્રહાર કર્યો છે. વળી, સીપીએમના રાજ્ય સચિવ કોડિયેલપી બાબાકૃષ્ણને કહ્યુ કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે ઓડિયોમાં શ્રીધરન કહે છે કે અમે જે એજન્ડા સામે રાખ્યો તે દરેકે માન્યો, અમારી સામે હાર માન્યા બાદ એક એક કરીને બધા લોકો ત્યાંથી નીકળી ગયા. એટલુ જ નહિ તે કહે છે કે મંદિરના પૂજારીએ ફોન કરીને પૂછ્યુ હતુ કે શું મંદિરના ગર્ભગૃહનો દરવાજો બંધ કરવો સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે તો મે તેમને જણાવ્યુ હતુ કે તે કોર્ટની અવગણના નથી.

કંઈ પણ ખોટુ નથી
આ ઓડિયો ટેપ સામે આવ્યા બાદ જ્યારે શ્રીધરને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આમાં કંઈ પણ વિવાદિત નથી. આ સાર્વજનિક રીતે આપવામાં આવેલુ નિવેદન છે. હું વ્યવસાયે એક વકીલ છુ અને મંદિરના પૂજારી સહિત ઘણા લોકો મારી પાસે કાયદાકીય સલાહ માંગે છે કે જે હું તેમને આપુ છુ. માટે કોઈને સૂચન આપવામાં કંઈ ખોટુ નથી. તમને જણાવી દઈએ કે એક વાર ફરીથી મંદિરના દ્વાર દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે. આજે પણ લોકો મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
