સચિને આપી સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો સંસદ ભવન ખાતે થયેલા આતંકવાદી હુમલાની 12મી વરસીએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભાના સભ્ય સચિન તેંડુલકરે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, એ સમયે સચિન સાથે મુલાકાત કરી રહેલા ટોચના નેતાઓ. ભાજપના વસુધંરા રાજેએ રાજસ્થાનના મુખ્યુમંત્રી તરીકને સપથ ગ્રહણ કર્યા બાદ જનતાનો આભાર માન્યો હતો. લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેમના પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

જનતાનો આભાર

જનતાનો આભાર

ભાજપના વસુધંરા રાજેએ રાજસ્થાનના મુખ્યુમંત્રી તરીકને સપથ ગ્રહણ કર્યા બાદ જનતાનો આભાર માન્યો હતો.

ભારતીય ડેપ્યુટી કોન્સલ જનરલની ધરપકડ

ભારતીય ડેપ્યુટી કોન્સલ જનરલની ધરપકડ

ભારતીય રાજદૂતાવાસના એક ટોચના અધિકારી દેવયાની ખોબ્રાગડેની પોતાને ત્યાં ઘરનોકર રાખવા માટે એક ભારતીય વ્યક્તિના બોગસ દસ્તાવેજો રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ એમને જાહેરમાં હાથકડી પહેરાવીને લઇ જવામાં આવ્યાં હતાં.

કોર્ટમાં રજૂ કરાયા નારાયણ સાંઇને

કોર્ટમાં રજૂ કરાયા નારાયણ સાંઇને

સુરત ખાતે નારાયણ સાંઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

વસુધંરાની શપથ વિધિ

વસુધંરાની શપથ વિધિ

રાજસ્થાના જયપુર ખાતે વસુધંરા રાજેની મુખ્યમંત્રી તરીકેની શપથ વિધિ યોજાઇ હતી, જેમાં ભાજપના નેતા અને અભિનેત્રી હેમા માલિની, ધારાસભ્ય કિરણ મહેશ્વરી અને નેતા જસવંત સિંહ હાજર રહ્યાં હતા.

સંસદ ભવનમા સચિન

સંસદ ભવનમા સચિન

સંસદ ભવન ખાતે થયેલા આતંકવાદી હુમલાની 12મી વરસીએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભાના સભ્ય સચિન તેંડુલકરે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, એ સમયે સચિન સાથે મુલાકાત કરી રહેલા ટોચના નેતાઓ.

સંસદ ભવન હુમલાની 12મી વરસી

સંસદ ભવન હુમલાની 12મી વરસી

નવી દિલ્હીમાં 13 ડિસેમ્બરે સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની 12મી વરસીએ શહીદો શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ તકે વડા પ્રધાન મનમોહન સિંહ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સહિતના દિગ્ગજો હાજર રહ્યાં હતા.

કોલકતામાં કોંગ્રેસની રેલી

કોલકતામાં કોંગ્રેસની રેલી

કોલકતામાં પશ્ચિમ બંગાળ રાજ્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક રેલી યોજી હતી.

લાલુ પ્રસાદને જામીન, પરિવાર ખુશ

લાલુ પ્રસાદને જામીન, પરિવાર ખુશ

લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેમના પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X