For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન તેંડુલકરની સુરક્ષામાં ઘટાડો, આદિત્ય ઠાકરેને મળશે ઝેડ કેટેગરીની સુરક્ષા

મહારાષ્ટ્રમાં ઘણા વીઆઈપીની સુરક્ષા ફેરફારો કરવામાં આવ્યા છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા સમીક્ષા બાદ કાપવામાં આવી છે. સચિનની સુરક્ષા X કેટેગરીમાંથી ઘટાડી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ઘણા વીઆઈપીની સુરક્ષા ફેરફારો કરવામાં આવ્યા છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા સમીક્ષા બાદ કાપવામાં આવી છે. સચિનની સુરક્ષા X કેટેગરીમાંથી ઘટાડી દેવામાં આવી છે. તેમની સાથે એસ્કોર્ટ રહેશે પરંતુ હવે પોલીસમેન આખો સમય ત્યાં રહેશે નહીં. આ સાથે જ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સચિનની સુરક્ષામાં ઘટાડો

સચિનની સુરક્ષામાં ઘટાડો

સચિન તેંડુલકર ઉપરાંત મહારાષ્ટ્રમાં ઘણા લોકોની સુરક્ષા પર કાપ મૂકાયો છે. શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે. આદિત્ય ઠાકરે હવે ઝેડ કેટેગરીની સુરક્ષા મેળવશે, જ્યારે અગાઉ તેમને Y+ સુરક્ષા કવર આપવામાં આવતું હતું.

સચિન સહિત અનેક વીઆઈપીની સુરક્ષામાં કાપ મૂકાયો

સચિન સહિત અનેક વીઆઈપીની સુરક્ષામાં કાપ મૂકાયો

મહારાષ્ટ્રના 97 માંથી 29 લોકોની સુરક્ષામાં બદલાવ કરવામાં આવ્યા છે. જ્યારે સમીક્ષા બાદ જોખમને ધ્યાનમાં રાખીને 16 લોકોને સુરક્ષા આપવામાં આવી છે. સામાજિક કાર્યકર અન્ના હઝારેની સુરક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. અગાઉ, તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

આ લોકોની સુરક્ષામાં પણ ફેરફાર

આ લોકોની સુરક્ષામાં પણ ફેરફાર

આ સિવાય યુપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની સુરક્ષા પણ કાપવામાં આવી છે. રામ નાઈકને હવે એક્સ કેટેગરીની સુરક્ષા મળશે, જ્યારે અગાઉ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી રહી હતી. આ સિવાય સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમનું સંરક્ષણ ઝેડ પ્લસથી ઘટાડીને વાય કેટેગરીમાં કરવામાં આવ્યું છે. નિકમને હવે વાય કેટેગરીની સુરક્ષા સાથે એસ્કોર્ટ પણ આપવામાં આવશે. વળી, ભાજપ નેતા એકનાથ ખડસેની સુરક્ષામાંથી એસ્કોર્ટને હટાવવામાં આવી છે. ખડસેને વાય કેટેગરીની સુરક્ષા સાથે એસ્કોર્ટ પણ આપવામાં આવ્યું હતું.

English summary
Sachin Tendulkar's security cuts, Aditya Thackeray to get Z category security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X