For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિજાબ હટાવાતા દુખી શિક્ષિકાએ આપ્યું રાજીનામુ, કહ્યું- આ મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડનારૂ

કર્ણાટક હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ દેશભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક કોલેજ ટીચરે હિજાબના સમર્થનમાં

|
Google Oneindia Gujarati News

કર્ણાટક હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ દેશભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં એક કોલેજ ટીચરે હિજાબના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શિક્ષિકાનું કહેવું છે કે હિજાબ ઉતારવો યોગ્ય નથી અને હું તેના પક્ષમાં નથી. શિક્ષિકા કહે છે કે હું હિજાબ હટાવવામાં કમ્ફર્ટેબલ નથી, હિજાબ ઉતારવાથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે.

Hijab

જણાવી દઈએ કે કર્ણાટકના ઉડુપી શહેરની એક સ્કૂલથી શરૂ થયેલો આ વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે રીતે વિદ્યાર્થિનીઓને કોલેજ અને સ્કૂલની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેની સામે વિદ્યાર્થિનીઓએ સંસ્થા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ મામલો ત્યારે વેગ પકડવા લાગ્યો જ્યારે વિદ્યાર્થીઓના બીજા જૂથે હિજાબનો વિરોધ કરવાનું શરૂ કર્યું. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે અમારા માટે બંધારણ ભગવદ ગીતા છે. કોર્ટે તેના નિર્ણય પહેલા વચગાળાનો આદેશ આપતા કહ્યું કે જ્યારે આ મામલાની સુનાવણી ચાલી રહી છે ત્યારે ધાર્મિક પ્રતીકો પહેરેલા વિદ્યાર્થીઓએ કોલેજ કે સ્કૂલની અંદર ન જવું જોઈએ.

કર્ણાટક હાઈકોર્ટના આ નિર્ણય સામે એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને આ આદેશને રદ્દ કરવાની માંગ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે. અમે આ મામલાને જોઈ રહ્યા છીએ, અમારી અપીલ છે કે તેને દેશવ્યાપી મુદ્દો ન બનાવો. જો જરૂર પડશે તો અમે આ મામલે દરમિયાનગીરી કરીશું. હાલ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.

English summary
Sad teacher resigns after removing hijab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X