Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂકંપ સેફ્ટી ટીપ્સઃ ભૂકંપ આવતા પહેલા અને પછી શું કરવુ અને શુ ન કરવુ

ભૂકંપ આવતા પહેલા અને પછી શું કરવુ અને શુ ન કરવુ. અહીં જાણો તે વિશે સેફ્ટી ટિપ્સ..

દિલ્લી-એનસીઆરમાં બુધવારે પણ ઓછી તીવ્રતાના ઝટકા અનુભવાયા, ભૂકંપનુ કેન્દ્ર દક્ષિણ-પૂર્વ નોઈડા રહ્યુ. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી. તમને જણાવી દઈએ કે છેલ્લા દોઢ મહિનામાં દિલ્લી-એનસીઆરમાં 11 વખત ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દિલ્લી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટોના સક્રિય થવાથી ઉર્જા નીકળી રહી છે જેના કારણે રહી રહીને ઝટકા અનુભવાઈ રહ્યા છે.

ભૂકંપ એક એવી કુદરતી આફત છે...

ભૂકંપ એક એવી કુદરતી આફત છે...

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ મોટો ભૂકંપ આવે છે તો લોકો ધડાધડ ઈન્ટરનેટ સર્ચ કરવા લાગે છે કે ભૂકંપ દરમિયાન શું કરવુ અને શું ન કરવુ પરંતુ શું તમે વિચાર્યુ છે કે ભૂકંપ પહેલા તમારે શું કરવુ જોઈએ. કદાચ, નહિ કારણકે ભૂકંપ એક એવી કુદરતી આફત છે જેના આવવાની સૂચના આપણને પહેલેથી નથી હોતી. ભૂકંપ વિશે વૈજ્ઞાનિક અત્યાર સુધી સચોટ અનુમાન લગાવી શક્યા નથી. કુદરતી આફતોને તો આપણે ન રોકી શકીએ પરંતુ સેફ્ટી ટિપ્સ દ્વારા આપણે ખુદની અને લોકોની રક્ષા કરી શકીએ છીએ.

જાણો શું છે એ સેફ્ટી ટિપ્સ

જાણો શું છે એ સેફ્ટી ટિપ્સ

છત અને પાયાના પ્લાસ્ટરમાં પડેલી તિરાડોને રિપેર કરાવો.
જો કોઈ સંરચનાત્મક ખરાબીના સંકેત હોય તો વિશેષજ્ઞોની સલાહ લો.
સીલિંગમાં ઉપર(ઓવરહેડ) લાઈટીંગ ફિક્ચર્સ(ઝૂમર વગેરે)ને યોગ્ય રીતે લટકાવો.
સીલિંગ નિર્માણ માનકો હેતુ પાક્કા વિસ્તારમાં પ્રાસંગિક બીઆઈએસ સંહિતાઓનુ પાલન કરો.
દિવાલો પર લાગેલા શેલ્ફોને સાવધાનીથી ફીટ કરી દો.
નીચેના શેલ્ફોમાં મોટી અથવા ભારે વસ્તુઓને રાખો. ભારે વસ્તુઓને ઉપર ક્યારેય ન મૂકો.
સાંકળવાળા લાકડાના નીચેના બંધ કેબિનેટોમાં એવો સામાન રાખો જે સરળતાથી તૂટી શકે છે. જેવા કે ચીનાઈ માટીના વાસણો વગેરે.

આ વાતોનુ ધ્યાન રાખો

આ વાતોનુ ધ્યાન રાખો

  • ભારે વસ્તુઓ જેવી કે ફોટા અને કાચ વગેરેને બેડ, સોફા, ડાઈનિંગ ટેબલ, બેંચ વગેરેથી દૂર લગાવો, ત્યાં ન લગાવો જ્યાં લોકો બેસતા હોય.
  • ફેન ફિક્ચર્સ તથા ઓવરહેડ લાઈને નટ-બોલ્ટની મદદથી સારી રીતે ફિટ કરાવો.
  • ખરાબ કે દોષપૂર્ણ વિજળીના તારો અને લીક કરનાર ગેસ કનેક્શનોને રિપેર કરાવો જેનાથી આગ લગાવના જોખમની સંભાવના હોય છે.
  • પાણી ગરમ કરવાનુ હીટર, એલપીજી સિલિન્ડર વગેરેને દિવાલ સાથે સારી રીતે ફીટ કરાવી દો અથવા લાદી પર બોલ્ડ લગાવી ફીટ કરીને તેને સુરક્ષિત કરાવી દો.
  • વીડ કિલર્સ, કીટનાશક તથા જ્વલનશીલ પદાર્થોને કેબિનેટોમાં અને નીચેના શેલ્ફોમાં સાવચેતીપૂર્વક રાખી દો.
સુરક્ષિત સ્થળોને શોધીને રાખો

સુરક્ષિત સ્થળોને શોધીને રાખો

  • ઘરની અંદર અને બહાર સુરક્ષિત સ્થળોને શોધીને રાખો. જો ભૂકંપ આવે તો તમે સીધા એ સ્થળે જતા રહો.
  • અમુક સુરક્ષિત સ્થળો - મજબૂત ડાઈનિંગ ટેબલ, બેડ નીચે, કોઈ અંદરની દિવાલ સાથે.
  • એ જગ્યાએથી દૂર રહો જ્યાં બારી, કાચ, ફોટામાંથી કાચ પડીને તૂટી શકતા હોય અથવા જ્યાં પુસ્તકોના ભારે શેલ્ફ અથવા ભારે ફર્નિચર નીચે પડી શકતુ હોય.
  • ખુલ્લા સ્થળોએ બિલ્ડિંગ, વૃક્ષો, ટેલિફોન, વિજળીની લાઈનો, ફ્લાઈઓવરો તથા પુલોથી દૂર રહો.
  • ઈમરજન્સી ટેલિફોન નંબરોને જરૂરથી પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખો(જેવા કે ડૉક્ટરો, હોસ્પિટલ તથા પોલિસ વગેરેના ટેલિફોન નંબર)
  • પોતાને તથા પરિવારના સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.

Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X