શેરડીના ખેતરમાં પડ્યા હતા માનવ કંકાલ, સામે આવી હકીકત
સહરાનપુરના ગંગોહ ચોકી વિસ્તારમાં એક ગામમાં જંગલમાં માનવ કંકાલ મળી આવવાથી સનસની ફેલાઈ ગયી છે.
સહરાનપુરના ગંગોહ ચોકી વિસ્તારમાં એક ગામમાં જંગલમાં માનવ કંકાલ મળી આવવાથી સનસની ફેલાઈ ગયી છે. જગ્યાથી મળેલા કપડાં, મોબાઈલ અને ચપ્પલ છેલ્લા 12 દિવસથી લાપતા હિમાંશુના છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જગ્યા પર પહોંચેલી પોલીસે ખેતરમાં વિખરાયેલા અવશેષ ભેગા કરીને જાંચ માટે મોકલી આપ્યા છે. ખેડૂતોને આ બાબતની જાણકારી ત્યારે મળી જયારે તેઓ ખેતરમાં કીટનાશક છાંટવા ગયા હતા. ખેડૂત નર કંકાલ જોઈને ખુબ જ ગભરાઈ ગયા હતા.

27 મેં દરમિયાન હિમાંશુ લાપતા થયો હતો
17 વર્ષનો હિમાંશુ 27 મેં દરમિયાન ઘરથી લાપતા થયો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તે સીબીએસઈ ઇન્ટર પરીક્ષામાં ફેલ થયો હતો. પરિવાર ઘ્વારા તેના લાપતા થવાની ફરિયાદ પણ લખાવવામાં આવી હતી. ગંગોહ ચોકી વિસ્તારના ગામ ચમનપુરા પાસે મુખ્ય રોડથી થોડે દૂર ખેડૂત સુશીલ આદિનું ખેતર છે. ગુરુવારે સુશીલ પોતાની શેરડીના પાકને દવા સ્પ્રે કરવા માટે ગયો હતો. ત્યારે અલગ અલગ જગ્યા પર માનવ કંકાલના ટુકડા જોઈને તે ડરી ગયો.

માનવ કંકાલ જોઈને ખેડૂત બેભાન થઇ ગયો
થોડા સમય પછી જયારે સુશીલને ભાન આવ્યું ત્યારે તેને આ જાણકારી ગામના લોકોને આપી. ખેતરમાં માનવ કંકાલ મળવાની ખબર ગામમાં ફેલાઈ ગયી. પોલીસને આ બાબતે જાણકારી આપવામાં આવી. જાણકારી મળતા જ ચોકી પ્રભારી જીતેન્દ્ર સિંહ પોલીસ ફોર્સ સાથે જગ્યા પર પહોંચી ગયા.

આખા ખેતરમાં માનવ કંકાલના ટુકડા
ખેતરની તપાસ કર્યા પછી માનવ કંકાલના ટુકડા આખા ખેતરમાં મળી આવ્યા. પોલીસને એક મોબાઈલ, પેન્ટ અને ચપ્પલની જોડી પણ મળી છે. જાણકારી મળતા જ હિમાંશુનાં પરિવાર પણ ત્યાં પહોંચી ગયા. હિમાંશુનાં પરિવાર ઘ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાંથી મળેલા બધા જ અવશેષો ભેગા કરીને જાંચ માટે મોકલી આપ્યા છે.












Click it and Unblock the Notifications
