For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માંસાહારી સાંઇબાબાની પૂજા ના થવી જોઇએ: સ્વરૂપાનંદ સરસ્વતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જૂન: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઇ બાબાને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સાંઇની પૂજા કરવી હિન્દુ ધર્મના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. જે શિરડીના સાંઇ બાબાની પૂજાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ઇચ્છે છે કે હિન્દુ ધર્મ નબળો બને. તેઓ ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા. સ્વરૂપાનંદે જણાવ્યું કે સાંઇ બાબાના નામ પર કમાણી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મના ભાગલા પાડવા માટે આ બાબતમાં વિદેશી શક્તિઓ પણ હાવી થઇ રહી છે.

હિન્દુ ધર્મમાં અવતાર અને ગુરુની પૂજા થાય છે. હિન્દુ ધર્મમાં જે 24 અવતાર થયા તેને કલિયુગમાં માત્ર બુદ્ધ અને કલ્કિનો અવતાર થયો. એવામાં સાંઇની પૂજાનો કોઇ અર્થ નથી. સાંઇ કોઇ અવતાર નથી અને તેમને ગુરુના રૂપમાં તેમને મૂલવી શકીએ નહીં. ગુરુ આદર્શવાદી હોય છે. પરંતુ સાંઇમાં એવું શું હતું? આપણે માંસાહારીને ગુરુ માનીએ શકીએ નહીં. સાંઇનું મંદિર બનાવવું યોગ્ય નથી. મંદિરના નામ પર માત્ર કમાણી જ કરવામાં આવી રહી છે. સ્વરૂપાનંદે જણાવ્યું કે બ્રિટેન હિન્દુઓને વહેંચવા માંગે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ સાંઇની પૂજા મુસ્લિમ ક્યાં કરે છે? જો મુસલમાન પણ પૂજા કરતા તો હિન્દુ-મુસ્લિમ એકતાની વાત સમજમાં આવતી. સ્વામી સ્વરૂપાનંદે લોકસભા ચૂંટણી દરમિયાન 'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ વધતા વિવાદને જોઇ મોદીએ લોકોને હર હર મોદીના નારા નહીં લગાવવાની અપીલ કરી હતી.

વાંચો શંકરાચાર્યએ શું શું કહ્યું...

સાંઇ બાબાની પૂજા એક ષડયંત્ર

સાંઇ બાબાની પૂજા એક ષડયંત્ર

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઇ બાબાને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સાંઇની પૂજા કરવી હિન્દુ ધર્મના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા

ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા

જે શિરડીના સાંઇ બાબાની પૂજાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ઇચ્છે છે કે હિન્દુ ધર્મ નબળો બને. તેઓ ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા. સ્વરૂપાનંદે જણાવ્યું કે સાંઇ બાબાના નામ પર કમાણી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મના ભાગલા પાડવા માટે આ બાબતમાં વિદેશી શક્તિઓ પણ હાવી થઇ રહી છે.

માંસાહારી(સાંઇ બાબા)ને ગુરુ માની શકાય નહીં

માંસાહારી(સાંઇ બાબા)ને ગુરુ માની શકાય નહીં

સાંઇની પૂજાનો કોઇ અર્થ નથી. સાંઇ કોઇ અવતાર નથી અને તેમને ગુરુના રૂપમાં તેમને મૂલવી શકીએ નહીં. ગુરુ આદર્શવાદી હોય છે. પરંતુ સાંઇમાં એવું શું હતું? આપણે માંસાહારીને ગુરુ માની શકીએ નહીં.

સાંઇની પૂજા થકી બ્રિટેન હિન્દુઓને વહેંચવા માગે છે

સાંઇની પૂજા થકી બ્રિટેન હિન્દુઓને વહેંચવા માગે છે

સાંઇનું મંદિર બનાવવું યોગ્ય નથી. મંદિરના નામ પર માત્ર કમાણી જ કરવામાં આવી રહી છે. સ્વરૂપાનંદે જણાવ્યું કે બ્રિટેન હિન્દુઓને વહેંચવા માંગે છે.

મુસ્લિમો પણ તેમને નથી પૂજતા

મુસ્લિમો પણ તેમને નથી પૂજતા

તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ સાંઇની પૂજા મુસ્લિમ ક્યાં કરે છે? જો મુસલમાન પણ પૂજા કરતા તો હિન્દુ-મુસ્લિમ એકતાની વાત સમજમાં આવતી.

સ્વામી 'વિવાદાનંદ'

સ્વામી 'વિવાદાનંદ'

સ્વામી સ્વરૂપાનંદે લોકસભા ચૂંટણી દરમિયાન 'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ વધતા વિવાદને જોઇ મોદીએ લોકોને હર હર મોદીના નારા નહીં લગાવવાની અપીલ કરી હતી.

English summary
Sai Baba should not be worshipped as he was human: Swaroopanand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X