દિલ્હીના બઝારમાં સૈફ-કરીના વેચાય છે ફ્ક્ત ચાર લાખમાં

અરે..અરે.. આશ્વર્ય પામશો નહી અમે બોલીવુડ નવાબ સૈફ અલી ખાન અને બેબો કરીના કપૂરની જોડીની વાત કરતા નથી પરંતુ અહીંયા વાત કરી રહ્યા છીએ જૂની દિલ્હીની જામા મસ્જિદ બઝારમાં વેચાય રહેલા બે બકરાઓની જેનું નામ 'સૈફ' અને 'કરીના' રાખવામાં આવ્યું છે. ઇદ પહેલાં ભરાતા બકરા બઝારમાં 4 લાખ રૂપિયામાં બે બકારની જોડી વેચાઇ રહી છે તેનું નામ સૈફ-કરીના' રાખવામાં આવ્યું છે.
બંનેની ઉંમર બે વર્ષની છે. બંને બકરાનું વજન 200 કિલો છે અને તેની લંબાઇ 5 ફૂટ છે. મેવાતી જાતિના બંને બકરા અલગ-અલગ ખરીદી શકાય. અલગ-અલગ ખરીદવા માટે 2.5 લાખ રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. મજેદાર વાત એ છે કે બંને બકરા નર જાતિના છે. બકરાના માલિક ઇદરિશ માટે આ મોટો સોદો હશે. ઇદરિશે જણાવ્યું હતું કે આ બકરાને એક કિલો જવાર, ત્રણથી ચાર કિલો ઘાસ, અને ત્રણ લીટર દૂધ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
