For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ પોતાની બહેન સાથે ભાજપમાં થઈ શામેલ

દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ રાજકીય ગરમાગરમી વચ્ચે દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાઈના સહેવાલે ભાજપનુ સભ્યપદ ગ્રહણ કરી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ રાજકીય ગરમાગરમી વચ્ચે દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી સાઈના સહેવાલે ભાજપનુ સભ્યપદ ગ્રહણ કરી લીધુ છે. બુધવારે સાઈના પોતાની બહેન ચંદ્રાશુ સાથે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ. દિલ્લી સ્થિત ભાજપ કાર્યાલયમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બંનેને સભ્યપદ અપાવ્યુ. આ દરમિયાન સાઈનાએ કહ્યુ કે મે દેશ માટે મેડલ જીત્યા છે. હું બહુ જ મહેનતી છુ અને મહેનતી લોકોથી પ્રભાવિત થઉ છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બહુ મહેનતી છે અને તેમનાથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવી છુ. બેડમિન્ટન કોર્ટમાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર સાઈના ઘણી વાર કૉપી પેસ્ટ ટ્વિટ માટે ટ્રોલ થઈ ચૂકી છે. એવુ ઘણી વાર બન્યુ છે જ્યારે તેમના ટ્વિટ માટે યુઝર્સે ટ્રોલ કર્યા હોય.

ભાજપમાં શામેલ થઈ સાઈના નહેવાલ

ભાજપમાં શામેલ થઈ સાઈના નહેવાલ

હરિયાણામાં જન્મેલી અન હૈદરાબાદમાં રહેતી 30 વર્ષની સાઈના નહેવાલ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી છે. 2012માં લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર પહેલી શટલર બની. પૂર્વ વર્લ્ડ નંબર 1 બેડમિન્ટન પ્લેયર રહી ચૂકેલી સાઈનાના નામ પર 24થી વધુ ઈન્ટરનેશનલ મેડલ છે. આમાં 11 સુપર સીરિઝ ખિતાબ પણ શામેલ છે. જો કે ઘણી વાર સાઈના નહેવાલને કૉપી પેસ્ટ ટ્વીટ માટે ટ્રોલ કરવામાં આવી. આવુ એક વાર ગયા વર્ષે ડિસેમ્બરમાં સામે આવ્યુ હતુ જ્યારે 22 ડિસેમ્બર, 2019ના રોજ સીના નહેવાલે પીએમ મોદી માટે એક ટ્વિટ કર્યુ.

કૉપી પેસ્ટ ટ્વિટ માટે ઘણી વાર થઈ છે ટ્રોલ

સાઈના નહેવાલનુ આ ટ્વિટ 22 ડિસેમ્બરના રોજ ત્યારે સામે આવ્યુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલીલા મેદાનમાં પોતાનુ ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય શટલર સાઈના નહેવાલે ટ્વિટ કર્યુ હતુ, ‘હું રામલીલા મેદાનમાં @narendramodi sirનું એક ઉત્તેજક ભાષણ સાંભળી રહી છુ.' એક યુઝરે લખ્યુ હતુ, ‘સાઈના નહેવાલનુ પોતાનુ દિમાગ નથી. તે માત્ર ભાજપ આઈટી સેલ છે.' આ કોઈ પહેલી વાર નહોતુ જ્યારે કૉપી પેસ્ટ ટ્વિટ માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

એક સાથે 6 સ્પોર્ટ્સપર્સને કર્યુ હતુ એક જ ટ્વિટ

આ પહેલા 26 ઓક્ટોબર, 2019ના રોજ પણ સાઈના નહેવાલ સહિત 6 દિગ્ગજ ખેલાડીઓએ કૉપી-પેસ્ટ ટ્વિટ કર્યુ હતુ. વાસ્તવમાં દિવાળીની પૂર્વ સંધ્યા પર ભારતીય મહિલા ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારત લક્ષ્મી પહેલનુ સમર્થન કર્યુ કે જે દેશની મહિલાઓને સશક્ત બનાવે છે. આ વિશે ઘણા સ્પોર્ટસપર્સને એક જ ટ્વિટ કૉપી પેસ્ટ કર્યુ. આ ટ્વિટમાં સાઈના સહિત 6 સ્પોર્ટ્સપર્સને લખ્યુ, હું આ દિવાળી મહિલાઓને સમ્માનિત અને સશક્ત બનાવવાની પહેલ માટે @narendramodi sirનો આભાર માનુ છુ. આ પગલુ અમને સખત મહેનત કરવા અને ભારતનેગર્વ અપાવવા માટે પ્રેરિત કરે છે. #bharatkilaxmi.'

આ પણ વાંચોઃ ઓછુ સેક્સ કરનારી મહિલાઓમાં જલ્દી આવે છે મેનોપૉઝઃ અભ્યાસ

English summary
Saina Nehwal joined bjp with her sister, many times trolled for copy paste tweets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X