1984ના સિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમાર નિર્દોષ જાહેર

તે રમખાણોમાં પોતાની ભૂમિકા અંગે સજ્જન કુમારે ગૂઢ મૌન જાળવી રાખ્યું છે. છેલ્લા 29 વર્ષોમાં કોંગ્રેસના આ નેતાએ તેમની સામેના આરોપ અંગે મિડિયા સાથે ક્યારેય કંઈ વાતચીત કરી નથી. તત્કાલિન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કર્યા બાદ 1984ની 1 નવેંબરે દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારના રાજનગર મહોલ્લામાં પાંચ સિખની હત્યાના કેસમાં દિલ્હીની કોર્ટે સજ્જન કુમાર અંગે પોતાનો ચુકાદો આપ્યો છે.
સીબીઆઈએ કોર્ટમાં દલીલ કરી છે કે 1984ની 1 નવેંબરની રાત્રે સજ્જન કુમાર રાજનગર મહોલ્લામાં ગયા હતા અને ત્યાં થયેલી હિંસાનું નિરીક્ષણ કર્યું હતું, હિંસક ટોળાને ઉશ્કેર્યા હતા અને સાક્ષીઓએ જણાવ્યા મુજબ, તેમણે હુલ્લડખોરોને કહ્યું હતું કે સિખોને આશ્રય આપનાર કોઈને પણ છોડતા નહીં.












Click it and Unblock the Notifications
