18 વર્ષ પછી "સુલ્તાન" થયો નિર્દોષ સાબિત, ફેન્સ થયા ખુશ
25 જુલાઇની આ સવાર સુપરસ્ટાર સલમાન ખાન માટે ખુશીઓના સમાચાર લઇને આવી છે કારણ કે 1998માં ફિલ્મ "હમ સાથ સાથ હૈ"ની શૂટિંગ દરમિયાન થયેલા કાળિયાર હરણ શિકાર મામલે દાખલ બે કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો છે.
નિશ્ચિત રીતે આ સમાચાર બાદ સલમાન ખાન અને તેના પરિવારજનો અને સાથે જ તેના કરોડો ફેન્સ આ સમાચાર સાંભળીને જરૂરથી રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે આ કેસના કારણે સલમાન ખાને 1998માં 18 દિવસની જેલની સજા પણ કાપી છે.

જ્યાં સલમાન ખાનને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે ત્યાં જ આ અંગે બન્ને તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું કે તેમને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ ભરોસો છે અને તેથી વિશેષ તે આ અંગે કશું પણ કહેવા નથી માંગતા.












Click it and Unblock the Notifications
