Pics: સલમાનને જામીન મળતા જ નાચી ઊઠ્યા ફેન્સ
મુંબઇ, 8 મે: સલમાન ખાનને હિટ એન્ટ રન કેસ મામલામાં હાઇટકોર્ટમાંથી જામીન મળી ગયા છે, આ તેમના અને તેમના ચાહકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. હાઇકોર્ટે જણાવ્યું કે સલમાન ખાન જામીન લેવા માટે સેશન કોર્ટ જઇને સરેન્ડર કરે અને પછી જામીન બોન્ડ ભરીને જામીન લઇ જાય. જસ્ટિસ અભય થિપ્સે લગભગ ઝિરહ બાદ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવેલી પાંચ વર્ષ જેલની સજા પર સ્ટે હુકમ આપી દીધો છે.
જામીનના સમાચાર સાંભળતા જ સલમાન ખાનના ઘરની સામે હજારોની સંખ્યામાં ઊભેલા તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઇ ગયા, તેમણે તાળીઓ વગાળીને પોતાની ખુશી વ્યક્ત કરી અને સલમાનના ગીતો પર ડાન્સ કરીને ઊજવણી કરી.
જામીન મળતા લોકોની પ્રતિક્રિયા જુઓ તસવીરોમાં...

સલમાનને જામીન ફેન્સ મોજમાં
સલમાનને જામીન મળતા જ ચાહકોમાં ઉત્સાહની હેલી.
|
ટ્વીન સિસ્ટર
જોડીયા બહેનો સબા અને ફરાહ સલમાનના હાથે પહેલો કોળી ખાવા માગે છે.
|
સલમાનને રાહત
સલમાનને જામીન મળતા ચાહકોએ તેના ઘરની બહાર ફટાકડા ફોડ્યા હતા.
|
સલમાનને જામીન
સલમાનને જામીન મળતા તેમના ઘરની બહાર ઊજવણીનો માહોલ.
|
મીઠાઇઓ વહેચાઇ
સલમાનના ઘરની બહાર મીઠાઇઓ વહેંચવામાં આવી.












Click it and Unblock the Notifications
