For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર

બોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન સામે રાજસ્થાનમાં કોર્ટને ગુમરાહ કરવાના કેસની સુનાવણી બુધવારે થઈ શકી નથી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન સામે રાજસ્થાનમાં કોર્ટને ગુમરાહ કરવાના કેસની સુનાવણી બુધવારે થઈ શકી નથી. સમયના અભાવને કારણે સુનાવણી ટાળી દેવામાં આવી છે. હવે આગળની સુનાવણી 22 ફેબ્રુઆરીએ થશે. વાસ્તવમાં સલમાન સામે દાખલ કલમ 340ના બે પ્રાર્થનાપત્રો પર સીજેએમ ગ્રામીણ કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ કોર્ટે સમયના અભાવના કારણે સુનાવણી આગામી તારીખ સુધી ટાળી દીધી છે. તમને જણાવી દઈએ કે કોર્ટને ગુમરાહ કરવાના ગુનામાં મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે. સ્પષ્ટ છે કે એકવાર ફરીથી આ બંને કેસે સલમાન ખાનની મુશ્કેલીઓ વધારી દીધી છે.

બજરંગી ભાઈજાનનું શૂટિંગ કરતા જોવા મળ્યા

બજરંગી ભાઈજાનનું શૂટિંગ કરતા જોવા મળ્યા

સલમાન પર આરોપ છે કે તેમણે કોર્ટમાં ફોર્મ આપીને સુનાવણીમાં આવવામાંથી રાહત માંગી હતી. સલમાને કોર્ટને જણાવ્યુ હતુ કે તેમની તબિયત સારી નથી, તેમના કાનમાં પીડા થઈ રહી છે જેના કારણે તેમને હાજર થવામાંથી મુક્તિ માંગી હતી. એ જ દિવસે સલમાન કાશ્મીરમાં ફિલ્મ બજરંગી ભાઈજાનનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા ત્યારબાદ તેમની સામે વન અધિકારી લલિત બોડાએ કોર્ટને ગુમરાહ કરવાનો કેસ કર્યો હતો.

આ છે કાળિયાર શિકાર કેસ

આ છે કાળિયાર શિકાર કેસ

તમને જણાવી દઈએ કે સલમાન પર એક ઓક્ટોબર, 1998ની રાતે બે કાળિયાર હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. પોલિસના જણાવ્યા અનુસાર ગોળીનો અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ સલમાન પોતાની જિપ્સીમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને લઈને ભાગી ગયા હતા.

2017માં સલમાનને સંભળાવી પાંચ વર્ષની સજા

2017માં સલમાનને સંભળાવી પાંચ વર્ષની સજા

તમને જણાવી દઈએ કે સલમાન પર એક ઓક્ટોબર, 1998ની રાતે બે કાળિયાર હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. પોલિસના જણાવ્યા અનુસાર ગોળીનો અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ સલમાન પોતાની જિપ્સીમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને લઈને ભાગી ગયા હતા. આ દરમિયાન ગ્રામીણો મરેલા બે કાળિયાર હરણોના મૃતદેહ મેળવ્યા હતા. સલમાન પર હરણોને ગોળી મારવા અને સૈફ સહિત ત્રણે એક્ટ્રેસ પર તેમને ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો. 2017માં આ કેસમાં જોધપુર હાઈકોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જો કે બે દિવસ બાદ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મરાઠા બાદ હવે બ્રાહ્મણોએ પણ માંગ્યુ અનામતઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મરાઠા બાદ હવે બ્રાહ્મણોએ પણ માંગ્યુ અનામત

English summary
salman Khan Jodhpur Case latest update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X