સલમાન ખુર્શીદના પિતા ખુર્શીદ આલમ ખાનનું નિધન

ખુર્શીદ આલમ ખાનના નિધન અંગે વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશે એક સાચો સપુત અને સેવક ગુમાવ્યો છે.દેશની આધુનિક ઉદાર અને લોકતાંત્રિક નીતિને વ્યાપક બનાવવામાં ખાનનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. રાષ્ટ્ર પ્રત્યે ખાનની પ્રતિબદ્ધતા આપણા બંધારણીય મૂલ્યમાં છે.
તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રી, સાંસદ અને શિક્ષણવિદ તરીકે ખાનનું કાર્ય અમારા માટે વારસા સમાન છે. આગામી પેઢીઓએ તેમના કાર્યમાંથી પ્રેરણા લેવી જોઇએ.ઉલ્લેખનીય છે કે ખાને મંત્રાલયોની જવાબદારી સંભાળવાની સાથે વિદેશ મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. તેઓ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
