પૂર્વ મંત્રી સંગીતા યાદવને જીવતી સળગાવવાની કોશિશ, કેસ નોંધાયો

સમાજવાદી પાર્ટીની નેતા અને પૂર્વ રાજ્યમંત્રી સંગીતા યાદવ જોનપુરમાં પોતાની સાસરીથી રવિવારે રાત્રે ખરાબ હાલતમાં જેલ પહોંચી હતી.

સમાજવાદી પાર્ટીની નેતા અને પૂર્વ રાજ્યમંત્રી સંગીતા યાદવ જોનપુરમાં પોતાની સાસરીથી રવિવારે રાત્રે ખરાબ હાલતમાં જેલ પહોંચી હતી. સંગીતા યાદવે સાસરીના લોકો પર તેના પર તેલ છાંટીને તેને સળગાવવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે સાંજે સંગીતાના ભાઈની ફરિયાદ પર સંગીતાના પતિ દુર્ગેશ, સાસુ પ્રભાતી અને સસુર જયનંદ યાદવ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહીત બીજી પણ કેટલીક ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો છે. બદલાપૂર પોલીસે તેના સસુરની ધરપકડ કરી લીધી છે. એક ખાનગી હોસ્પિટલમાં સંગીતાનો ઉપચાર ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 20-25 ટકા સળગી ચુકી છે.

samajwadi party

સંગીતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રવિવારે રાત્રે તે રૂમમાં સુઈ રહી હતી ત્યારે તેના સાસુ અને સસરાએ જબરજસ્તી તેના હાથ બાંધી તેના પર તેલ છાંટીને આગ લગાવી દીધી. તેની ચીસો સાંભળીને તેની જેઠાણીએ ગમે તેમ કરીને આગ ઓલવી અને તેને લઈને હોસ્પિટલ પહોંચી. સંગીતાએ જણાવ્યું કે તેને દહેજ માટે સતત પરેશાન કરવામાં આવતી હતી. તેમને આગળ કહ્યું કે ઘણીવાર તેને પૈસા લઈને તેના સાસરીવાળાને આપ્યા હતા પરંતુ તેઓ હંમેશા વધારે પૈસાની માંગણી કરતા હતા.

ગાયિકા તરીકે પણ ઓળખ ધરાવતી સંગીતા યાદવ અખિલેશ સરકારમાં લલિત કલા એકેડમીની ઉપાધ્યક્ષ હતી. સંગીતા યાદવનું પિયર મછલીશહેર ચોકી વિસ્તારના કાતાહિત ગામમાં છે. તેમના લગ્ન વર્ષ 2016 દરમિયાન દુર્ગેશ યાદવ સાથે થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક દિવસથી લગ્ન જીવન બરાબર ચાલી રહ્યું ના હતું. એટલું જ નહીં પરંતુ પતિ-પત્નીમાં તણાવ પણ વધી ગયો હતો. પતિ અને પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે રવિવારે સાસરીમાં પંચાયત પણ થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X