For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભામાં સપાએ ખોલાવ્યું ખાતું

|
Google Oneindia Gujarati News

sp
બેંગલોર, 8 મે: ભાજપા સરકારમાં વન્યમંત્રી રહી ચૂકેલ યોગેશ્વરાએ જનતા દળ(સેક્યુલર)ની રાજ્ય એકમના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીની પત્ની અનીતા કુમારસ્વામીને હરાવ્યા છે. તેમને આ ચૂંટણીમાં 80,039 મત મળ્યા છે તથા તેમણે 6,404ના અંતરથી જીત નોંધાવી છે. ભાજપા અને કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવાથી ઇનકાર કરવા પર તેમણે સપાની ટિકીટ પરથી ચૂંટણી લડી હતી.

તેઓ દળ બદલવાવાળા નેતાઓના રૂપમાં ઓળખાય છે તથા પૂર્વમાં તે બંને પાર્ટીઓના સભ્યો રહી ચૂક્યા છે. આ બેઠક પર કોંગ્રેસના સાદાત અલી ખાનને 8,134 અને ભાજપા ઉમેદવાર રવિકુમાર ગૌડાને 16089 મત પ્રાપ્ત થયા છે. સપાએ પહેલીવાર વર્ષ 2005માં કર્ણાટકની રાજનીતિમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું.

તે સમયે પૂર્વ મુખ્યમંત્રી પાર્ટીઓ બદલવામાં માહેર અને એસ.બંગારપ્પાએ ભાજપામાંથી રાજીનામુ આપીને સપાની ટીકિટ પર લોકસભા ઉપચૂંટણીમાં શિમોગા બેઠક પર જીત નોંધાવી હતી. સપા જોકે વર્ષ 2008ના વિધાનસભા અને 2009ની લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક નથી જીતી શકી.

English summary
Samajwadi Party open account in Karnataka assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X