દરેક રાજકીય નેતા સામે એક સરખી તપાસ થવી જોઇએઃ સચિન પાઇલોટ

તેમણે કહ્યું કે, ભાજપના પ્રમુખ નિતિન ગડકરી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી વિરભદ્રસિંહ પર એક સરખા ઓરોપો છે પરંતુ તપાસના ધારાધોરણ અલગ રાખવામાં આવી રહ્યાં છે. બન્ને પર ભ્રષ્ટાચાર અને વ્યાપારિક ડીલમાં ગેરરીતિના આરોપો છે.
શ્રીનગર ખાતે તેમણે કહ્યું કે, જો એક રાજકીય પાર્ટીના નેતા સામે જે નીયમ લાગુ કરવામાં આવ્યો હોય તે જ દરેક માટે લાગુ થવો જ જોઇએ. પરંતુ પ્રશ્ન ત્યારે ઉભો થાય છે, જ્યારે ભાજપના પ્રમુખ આ પ્રકારના આરોપોનો સામનો કરી રહ્યાં છે, ત્યારે મને શંકા છે કે તેઓ તેનો જવાબ આપવા સક્ષમ છે.












Click it and Unblock the Notifications
