'સમીર વાનખેડેનો આખો પરિવાર મુસ્લિમ, મસ્જિદમાં નમાઝ પઢે છે, પહેલા સાસરાના ખુલાસો'
વાનખેડેએ આ આરોપોથી ઈનકાર કરી દીધો પરંતુ તેમની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. હવે તેમની પૂર્વ પત્નીના પિતાએ ઘણા ખુલાસા કર્યા છે.
નવી દિલ્લીઃ આર્યન ખાન હજુ જેલમાં છે અને હવે એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠવા લાગ્યા છે. હાલમાં જ એનસીપી નેતા નવાબ મલિકે આ કેસની તપાસ કરી રહેલ એનસીબીના ઝોનલ ડાયેક્ટર સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાથે જ દાવો કર્યો હતો કે તે મુસ્લિમ છે પરંતુ અનામત લઈને નોકરી મેળવી. જો કે વાનખેડેએ આ આરોપોથી ઈનકાર કરી દીધો પરંતુ તેમની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. હવે તેમની પૂર્વ પત્નીના પિતાએ ઘણા ખુલાસા કર્યા છે.

મુસ્લિમ તરીકે માંગ્યો હતો સંબંધ
એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં વાનખેડેની પહેલી પત્ની ડૉક્ટર શબાના કુરેશીના પિતા ડૉક્ટર જાહિદ કુરેશીએ જણાવ્યુ કે તેમની દીકરીના લગ્ન લવ નહિ પરંતુ અરેન્જ મેરેજ થયા હતા. તે વાનખેડે પરિવારને ત્રણ વર્ષથી જાણતા હતા. તેમની મા જ માંગુ લઈને આવી હતી. તેમનો આખો પરિવાર મુસ્લિમ છે અને તે મુસ્લિમ બનીને જ દીકરીનો સંબંધ માંગવા આવ્યા હતા. ડૉ. જાહિદે આગળ કહ્યુ કે લગ્ન સમયે સમીર યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. તે કાયદેસર મસ્જિદમાં જઈને નમાઝ પણ પઢતા હતા.

આના કારણે તોડ્યુ મૌન
તેમણે જણાવ્યુ કે તલાક બાદ ઘણા દુઃખી હતા અને હવે તે આ બધુ ભૂલી ચૂક્યા છે પરંતુ જ્યારે મીડિયામાં વાનખેડે સાથે જોડાયેલ વિવાદ સામે આવ્યો તો તેમણે મૌન તોડવુ પડ્યુ. આ ઉપરાંત તેમને એ પણ જાણવા મળ્યુ કે જે વાનખેડે પરિવારને તે મુસ્લિમ માનતા હતા એ લોકો હિંદુ છે. તે હવે લગ્ન પછી ડૉક્યુમેન્ટ્સ બતાવી રહ્યા છે પરંતુ આ પહેલા નહોતા બતાવ્યા. તેમને તો શરૂઆતથી જ ખબર હતી કે તેમના વેવાઈ દાઉદ વાનખેડે છે. જો કે તેમને એ માહિતી નહોતી કે સમીરે કયા અનામત કોટા હેઠળ નોકરી મેળવી છે.

નવાબના આરોપો પર ન કહ્યુ કંઈ
વળી, જ્યારે જાહિદને નવાબ મલિકના આરોપો વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે તેમની દીકરીના તલાક થઈ ચૂક્યા છે. તે આ બધી વાતો ભૂલી ચૂક્યા છે. તે એ વિશે કંઈ કહેવા નથી માંગતા. જ્યારે તેમની ઈજ્જતની વાત આવી, તો સફાઈ આપવા માટે સામે આવવુ પડ્યુ. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મે પોતાની દીકરીના લગ્ન એક મુસ્લિમ પરિવારમાં કર્યા હતા.












Click it and Unblock the Notifications
