For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્યન ખાન કેસઃ કોર્ટમાં સમીર વાનખેડે બોલ્યા - બહેન, સ્વર્ગીય મા સહિત મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ડ્રગ્ઝ-ઑન-ક્રૂઝ કેસને લઈને બળજબરીથી વસૂલીના આરોપોની તપાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ડ્રગ્ઝ-ઑન-ક્રૂઝ કેસને લઈને બળજબરીથી વસૂલીના આરોપોની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં એનસીબી કોર્ટમાં સોમવાર(25 ઓક્ટોબર)ના રોજ સુનાવણી થઈ રહી છે. એનસીબીએ આ કેસમાં બે આરોપનામા દાખલ કરશે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પેશિયલ એનડીપીસી કોર્ટને કહ્યુ, મારી બહેન અને સ્વર્ગીય મા સહિત મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

ncb

એનસીબીએ કહ્યુ છે કે સમીર વાનખેડે સામે લગાવવામાં આવેલ બળજબરી વસૂલીના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ, 'તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું(વાનખેડે પર) આરોપોની તપાસનુ નિરીક્ષણ કરી રહ્યો છે.' તેમણે કહ્યુ કે, 'અત્યારે એ કહેવુ ઉતાવળ ગણાશે કે સમીર વાનખેડે આ પદ પર બની રહેશે કે નહિ. અમે હજુ તપાસ શરૂ કરી છે.'

તમને જણાવી દઈએ કે રવિવાર(24 ઓક્ટોબર)ના રોજ એક ચોંકાવનાર ઘટનાક્રમમાં, મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એક સાક્ષી, પ્રભાકર સેલે દાવો કર્યો કે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને મુક્ત કરવા માટે એનસીબીના ઝોનલ નિર્દેશક સમીર વાનખેડે તરફથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગ કરી હતી. જેમાંથી 8 કરોડ એકલા સમીર વાનખેડેએ પોતાના માટે માંગ્યા હતા. આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Sameer Wankhede says My family are being targeted NCB probing 'extortion' charges against
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X