આજે પાકિસ્તાની કેદી સનાઉલ્લાહના પરિવારજનો ભારત આવશે

sanaullah-haq
નવી દિલ્હી, 7 મે : જમ્મુની જેલમાં સાથી કેદીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને હાલ ચંડીગઢની હોસ્પિટલમાં ડીપ કોમામાં સરી પડેલા પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હકના પરિવારના બે સભ્ય તેના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવવા આજે ભારત આવશે એમ માનવામાં આવે છે. સનાઉલ્લાહના બે પરિવારજન વાઘા-અટ્ટારી સરહદે થઈને ચંડીગઢ આવશે, એમ પાકિસ્તાન હાઈ કમિશને એક નિવેદનમાં કહ્યું છે.

સનાઉલ્લાહ જમ્મુની કોટ ભલવલ જેલમાં સજા ભોગવતો હતો. ત્યાં એક ભારતીય કેદીએ એની પર હુમલો કર્યો હતો. તેને સારવાર માટે જમ્મુથી ચંડીગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોમવારે સાંજ સુધી સનાઉલ્લાહની હાલત અત્યંત ગંભીર હતી.

આ હુમલો પાકિસ્તાનમાં સજા ભોગવતા ભારતીય કેદી સરબજીત સિંહ પરના હુમલાના બીજા જ દિવસે થયો હતો. સરબજીત સિંહ તે હુમલાને કારણે મૃત્યુ પામ્યો છે. આ સાથે એમ પણ માનવામાં આવે છે કે હકનો પરિવાર તેને પાકિસ્તાન લઇ જવાની માંગણી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X