For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે પણ શરૂ કરી શકો છો, સેનેટરી પેડ્સ બનાવવાનો વ્યાપાર

|
Google Oneindia Gujarati News

જો તમે તમારા ગામમાં જ રહીને કોઇ વ્યાપાર શરૂ કરવાનું વિચારી રહ્યાં છો, તો એક આઇડિયા અમે પણ તમને આપી શકીએ છીએ. જી હા, સેનેટરી પેડ્સ બનાવવાનો બીઝનેસ. જે રફ્તારથી ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે રફ્તારથી વ્યાપારની સંભાવનાઓ પણ વધી રહી છે. ચાલો જાણીએ કેવી રીતે.

સેનેટરી નેપકીન બ્રાન્ડ ઇપ્સોસ અને સ્વતંત્ર શોધકર્તાઓએ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સર્વે કર્યો અને જાણ્યુ કે ગ્રામ્ય વિસ્તારોમાં 66 ટકા યુવતીઓ પિરીયડના સમયે રાખવી જોઇતી સાવધાની અને સાફ-સફાઇ અંગે અજ્ઞાન છે. તો 12 ટકા યુવતી સુધી સેનેટરી પેડ્સ પહોંચ્યા જ નથી. અને જો પેડ અંગે જાણકારી હોય તો પણ 67 ટકા મહિલાઓ તેનો મોંઘવારીના કારણે ઉપયોગ નથી કરતી.

આવામાં જો તમે કોઇ નાના ગામ કે કસ્બામાં પોતાનો ઉદ્યોગ શરૂ કરો અને ઓછી કિંમતમાં પેડ બનાવીને વેચો તો તમારો બિઝનેસ ધુમ ચાલશે. વધુમાં આ બિઝનેસ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોવાથી તંત્ર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગ્રામીણ મંત્રાલય અને સમાજસેવી સંસ્થાઓ પણ તમારા ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ બનશે.

આ બધુ કેવી રીતે સંભવ થશે તે જાણવા માટે ચાલો અમે તમને કર્ણાટકના તોરણગલ્લુની મુલાકાતે લઇ જઇએ. આ બેલ્લારી અને હોસ્પેટની વચ્ચે આવેલો એક નાનો વિસ્તાર છે. અહીં સુરક્ષા સેનેટરી નેપકીન પ્રોડક્શન અને ટ્રેનીંમ સેન્ટરમાં 4થી 5 લોકોનો સ્ટાફ છે. જે ગ્રામીણ મહિલાઓ માટે સસ્તા દરે સેનેટરી પેડ બનાવે છે. આ કેન્દ્ર JSWની સોશ્યિલ સર્વિસ હેઠળ ચાલે છે.

પેડની કીંમત
1). સુરક્ષા સેનેટરી પેડ- સ્ટ્રેટ પેડ 30 રૂપિયામાં 8 પીસ. રાઉન્ડ શેપ પેડ 15 રૂપિયામાં 3 પીસ.
2). બ્રાન્ડેડ સેનેટરી પેડ- સ્ટ્રેટ પેડ 150 રૂપિયામાં 8 પીસ. રાઉન્ડ શેપ પેડ 170 રૂપિયામાં 8 પીસ.
આવો જાણીએ ટ્રેનીંગ સેન્ટર સાથે જોડાયેલી કેટલીક ખાસ અને મહત્વપૂર્ણ વાતો.

કોટન નહીં પલ્પથી બને છે પેડ

કોટન નહીં પલ્પથી બને છે પેડ

સેનેટરી નેપકીન્સ કોટન નહીં પણ પલ્પથી બને છે. જેમાં સુકાવવાની ક્ષમતા વધુ હોય છે.

કપડાથી મુક્તિ

કપડાથી મુક્તિ

ઘણાં સામાજીક સંગઠનો મહિલાઓને કપડાના પેડમાંથી મુક્તિ અપાવવા માટે કાર્યરત છે.

હાઇજીન ઇન્ડીયા

હાઇજીન ઇન્ડીયા

જો સસ્તા દરોમાં મહિલાઓને પેડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો, ભારત અને ભારતના ગ્રામીણ વિસ્તારો હાઇજીન બનશે.

માત્ર બે મશીનથી શરૂઆત

માત્ર બે મશીનથી શરૂઆત

જો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો માત્ર બે મશીન્સથી શરૂઆત કરી શકો છો.

સરકારી મદદ

સરકારી મદદ

જો તમારો બિઝનેસ ગ્રામીણ મહિલાઓને મદદ પહોંચાડી રહ્યો છે, તો સરકાર પણ તમારી મદદ કરશે.

અહીં ટ્રેનીંગ લઇ શકો છો

અહીં ટ્રેનીંગ લઇ શકો છો

કોઇ પણ આ સેન્ટરમાં આવીને ટ્રેનીંગ પ્રાપ્ત કરી શકે છે. આ સેન્ટર જીંદલ સ્ટીલ વર્લ્ડ દ્વારા સંચાલિત છે.

English summary
If you are thinking about the unique business in any small city or rural area then making low cost sanitary pads is a best idea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X