સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી

અત્રે ઉલ્લેખનીય છે સુપ્રિમ કોર્ટે આજે સંજય દત્તને વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટ હુમલામાં હથિયાર રાખવા બદલ ગુનેગાર માન્યો છે અને તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ પહેલાં ટાડાની સ્પેશિયલ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને છ વર્ષની સજા સંભળાવી હતી જેને ઘટાડીને પાંચ વર્ષની કરવામાં આવી છે. સંજય દત્ત આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે.
આ પહેલા બોલિવૂડ અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે આંશિક રાહત આપીને બાકીની સજા કાપવા માટે શરણાગતિ માટે માનવીય આધારે ચાર અઠવાડિયાનો વધુ સમય આપ્યો છે. તેમને આ રાહત જેલ અધિકારીયો સામે સરેન્ડર કરવાની સમય સીમા પૂરી થયાના એક દિવસ પહેલા મળી હતી. સંજય દત્તે પોતાની સાત ફિલ્મોની શુટીંગ પૂરી કરવાના નામે શરણાગતિ કરવાની સમયમર્યાદા વધારી આપવા અરજી કરી હતી.












Click it and Unblock the Notifications
