કેમ સંજય દત્તને મંગળવારે રાત્રે જ ગુપ્ત રીતે યરવાડા ખસેડાયો?

ત્યાર બાદ એવા સમાચાર મળ્યા હતા કે સંજય દત્તને તેમની ઇચ્છા અનુસાર પુનાની યરવાડા જેલમાં ખસેડવામાં અંદાજે એક મહિનાનો સમય લાગશે. આ અનુમાનનો છેદ ઉડાવીને સંજય દત્તને 21 મેના રોજ રાતોરાત સંજય દત્તને પુનાની યરવાડા જેલમાં ખસેડવાનો નિર્ણય આશ્ચર્યજનક ઉપરાંત શંકાસ્પદ પણ લાગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તને અત્યંત ખાનગી રીતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આમ થવાનું કારણ સરેન્ડરના સમયે મીડિયાની ઉભી થયેલી ભીડ જેવી સ્થિતિ ટાળવા માટે કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તે મંગળવારે શિફ્ટિંગ સમયે શેરવાની પહેરી હતી. તેણે ફ્રેન્ચ કટ દાઢીવાળો લૂક અપનાવ્યો હતો.












Click it and Unblock the Notifications
