For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફારુખ અબ્દુલ્લા અને મહેબૂબાને 10 વર્ષ માટે કાળાપાણીની સજા કરોઃ સંજય રાઉત

મહેબૂબા મુફ્તીએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ જેના પર હવે શિવસેનાએ પણ પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મોદી સરકારે ઓગસ્ટ, 2019માં જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવી દીધી હતી. સાથે જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધુ. કલમ 370 બાદ ઘાટીમાં હિંસા ના થાય એ માટે મહેબૂબા મુફ્તી, ઉમર, ફારુખ અબ્દુલ્લા જેવા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા. હવે તે મુક્ત થઈ ચૂક્યા છે. સાથે જ જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ફરીથી ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ જેના પર હવે શિવસેનાએ પણ પલટવાર કર્યો છે.

sanjay raut

મહેબૂબા મુફ્તીના વિવાદિત નિવેદન પર શિવસેના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે ભલે ફારુખ અબ્દુલ્લા હોય કે મહેબૂબા મુફ્તી જો કોઈ ભારતના બંધારણને પડકારવા માટે ચીનની મદદ લેવાની વાત કરે તો તેને પકડીને 10 વર્ષ માટે કાળાપાણીની સજા કરી દેવી જોઈએ. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને પૂછ્યુ કે છેવટે વિવાદિત નિવેદન બાદ પણ મહેબૂબા મુફ્તી કેવી રીતે ખુલ્લા ફરી રહ્યા છે.

આ દરમિયાન રાઉતે તેજસ્વી યાદવની પણ પ્રશંસા કરી. બિહાર ચૂંટણી પર બોલતા તેમણે કહ્યુ કે મે તેજસ્વીને લાંબા સમયથી ફોલો કરી રહ્યો છુ. ઘણા લોકોનુ માનવુ હતુ કે તે આ વિધાનસભા ચૂંટણીમાં નબળી કડી છે પરંતુ તે મજબૂત કડી બનીને સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યોમાં મોટા નેતાઓના જે પુત્રો રાજનીતિમાં આવ્યા છે તેમાંથી સુપર તેજસ્વી છે.

ઉલ્લેખનીય છે કે કલમ 370 ચાલુ કરવા માટે ત્યાંની સ્થાનિક પાર્ટીઓ એક થઈ ગઈ છે. આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યુ હતુ કે મારો ઝંડો આ છે(ટેબલ પર મૂકેલ જમ્મુ કાશ્મીરનો ઝંડા તરફ ઈશારો કરીને) જ્યારે આ ઝંડો પાછો આવશે, અમે એ ઝંડો(રાષ્ટ્રીય ધ્વજ) પણ ઉઠાવીશુ. જ્યાં સુધી અમને અમારો ઝંડો પાછો નહિ મળે ત્યાં સુધી અમે કોઈ બીજો ઝંડો નહિ ઉઠાવીએ. વળી, ફારુખ અબ્દુલ્લાએ ચીનની મદદથી કલમ 370 ચાલુ કરવાની વાત કહી હતી.

પીએમ મોદીએ ભરી કેવડિયાથી સાબરમતી સુધી સી-પ્લેનની ઉડાનપીએમ મોદીએ ભરી કેવડિયાથી સાબરમતી સુધી સી-પ્લેનની ઉડાન

English summary
Sanjay Raut said farooq Mehbooba Mufti should be sent Andaman for kalapani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X