મહારાષ્ટ્રઃ સંજય રાઉતનુ મોટુ નિવેદન, ‘પૂરા 5 વર્ષ માટે હશે શિવસેનાના CM'
સીએમ પદ વિશે સમાચાર આવી રહ્યા હતા કે એનસીપી અઢી વર્ષના સીએમ ઈચ્છે છે જ્યારે શિવસેના 5 વર્ષના સીએમ ઈચ્છે છે. આ અટકળો વચ્ચે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતુ મોટુ નિવેદન આવ્યુ છે.
મહારાષ્ટ્રમા ઘણા દિવસોથી ચાલી રહેલ ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કોંગ્રેસ-એનસીપીની રાજ્યમાં શિવસેના સાથે મળીને સરકાર બનાવવા અંગે બધા મુદ્દાઓ પર સંમતિ બની ચૂકી છે. જો કે સીએમ પદ વિશે સમાચાર આવી રહ્યા હતા કે એનસીપી અઢી વર્ષના સીએમ ઈચ્છે છે જ્યારે શિવસેના 5 વર્ષના સીએમ ઈચ્છે છે. આ અટકળો વચ્ચે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનુ મોટુ નિવેદન આવ્યુ છે.

5 વર્ષ સુધી શિવસેનાના સીએમ હશેઃ સંજય રાઉત
સરકારની રચના પર શિવસેના નેતાએ કહ્યુ કે તેમની પાર્ટીના નેતૃત્વમાં જ સરકાર બનશે. સંજય રાઉતે કહ્યુ કે રાજ્યમાં 5 વર્ષ સુધી શિવસેનાના જ સીએમ હશે. સાથે એ પણ કહ્યુ કે બે દિવસમાં આ અંગે નિર્ણય થઈ જશે. તેમણે કહ્યુ કે બધા શિવસૈનિક ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. વળી, તેમણે ભાજપ વિશે કહ્યુ કે તેમના તરફથી કોઈ ઑફર આવી નથી. શિવસેના નેતાએ કહ્યુ કે ભાજપ સાથે વાતચીતના દરવાજા બંધ થઈ ગયા છે.
|
ભાજપ સાથે વાતચીતના દરવાજા બંધઃ રાઉત
તેમણે કહ્યુ કે ભાજપ કોઈ પણ ઑફર આપે તો શિવસેના તેમની સાથે સરકાર નહિ બનાવે. આ પહેલા સંજય રાઉતે ટ્વિટ દ્વારા ભાજપ પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, ‘ક્યારેય ક્યારેક સંબંધોમાંથી બહાર આવી જવુ જ સારુ હોય છે. અહંકાર માટે નહિ, સ્વાભિમાન માટે.' સરકારની રચનાની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી એ સમાચાર મીડિયામાં આવી રહ્યા છે કે શિવસેના ઈચ્છે છે કે 5 વર્ષ સુધી તેમની પાર્ટીના સીએમ હોય, જ્યારે એનસીપી ઈચ્છે છે કે અઢી વર્ષના રોટેશનલ સીએમ હોય. એવામાં સંજય રાઉતનુ આ નિવેદન મહત્વનુ બની જાય છે કે રાજ્યમાં 5 વર્ષ સુધી શિવસેનાના સીએમ હશે.
— Sanjay Raut (@rautsanjay61) 22 November 2019 |
સરકારની રચના પર ટૂંક સમયમાં નિર્ણયઃ શિવસેના
ગુરુવારે મોડી રાતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરો અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ બંને નેતાઓ વચ્ચે 50-50ની ફોર્મ્યુલા વિશે વાતચીત થઈ છે. મહારાષ્ટ્રમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસન વચ્ચે સરકાર બનાવવાની કોશિશો ચાલુ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને 28 દિવસ પસાર થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી રાજ્યમાં સરકારની રચના થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે શિવસેનાએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી જ્યારે એનસીપી-કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી.












Click it and Unblock the Notifications
