Maharastra: સંજય રાઉતનો દાવો- એકનાથ શિંદેનું સીએમ પદ ખતરામાં, બીજેપી-અજીત પવારની થશે તાજપોશી
શિવસેના બાદ હવે એનસીપીમાં પણ બે ફાાટ પડી ગઇ છે. અજીત પવારે ઘણા ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર એનડીએ સરકારમાં સમર્થન આપી દિધુ છે. આ સાથે જ રાજ્યમાં બીજા ડેપ્યુટી સીએણ બની ગયા છે. શિવસેના સાસંદ સંજય રાઉતે આ ઘટનાને સીએમ એકનાથ શિંદૈ માટે ખતરાની ઘટડી ગણાવી છે.

સંજય રાઉતે કહ્યુ કે, આજે હુ કેમરાની સામે કહી રહ્યો છુ કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બદલાશે. એકનાથ શિદેને હટાવામાં આવશે. બીજેપી હવે અજીત પવારને મુખ્યમંત્રી બનાવા જઇ રહી છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે, શિંદે અને તેના 16 ધારાસભ્યો અયોગ્ય થઇ જશે.
તેમણે કહ્યુ કે, આ તો ક્યારેક ને ક્યારેક થવાનુ જ હતુ. બીજેપી જેવી રીતે સમગ્ર દેશમાં રાજનીતિ કરવાની છે તે કરી લે. શિવસેનાને તોડી નાખી. કાલે એનસીપીને તોડી નાખી. અમુક લોકો બોલી રહ્યા છે. કે કોગ્રેસને પણ તોડવાના છે. પરંતુ તેનાથી બીજેપીને કોઇ જ ફાયદો નથી થાય. મહારાષ્ટ્રના લોકો ગુસ્સામા છે. અને અમે લોકો લડવા માટે તૈયાર છીએ. અણે બધા મળીને લડવાના છીએ .












Click it and Unblock the Notifications
