એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો

જે રીતે એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા છે તેના પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે.

લોકસભા ચૂંટણીના સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ જે તમામ એક્ઝીટ પોલ સામે આવ્યા છે તે અનુસાર એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટીને બહુમત મળતો જોવા મળી રહ્યો છે અને એનડીએ ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. એક્ઝીટ પોલની માનીએ તો ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને એક વાર ફરીથી પૂર્ણ બહુમતનો આંકડો મેળવવા જઈ રહી છે. ભાજપ માત્ર ગુજરાતમાં નહિ પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્લીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે અને 7 મેથી છ સીટો જીતતી જોવા મળી રહી છે. વળી, આમ આદમી પાર્ટીના આ ચૂંટણીમાં સૂપડા સાફ થતા જોવા મળી રહ્યા છે.

sanjay singh

જે રીતે એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા છે તેના પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે એક વાર નહિ પરંતુ ઘણી વાર એક્ઝીટ પોલના પરિણામો ખોટા સાબિત થયા છે. સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામો 2004માં બહુ ખરાબ રીતે ખોટા સાબિત થયા હતા. 2013, 2015માં પણ દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન એક્ઝીટ પોલના પરિણામ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા હતા. દિલ્લી અને બિહારની વાત કરીએ તો ત્યાં એક્ઝીટ પોલના પરિણામો ખોટા સાબિત થયા. વળી, છતીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ એક્ઝીટ પોલના આ જ હાલ થયા. ત્રણ જ રાજ્યોમાં એક્ઝીટ પોલ અનુસાર ભાજપની સરકાર બની રહી હતી જ્યારે પરિણામ આનાથી અલગ સાબિત થયા.

સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામોના આધારે કંઈ પણ કહેવુ ખોટુ છે. આપણે 23 મેની રાહ જોવી જોઈએ જ્યારે ચૂંટણીના ખરા પરિણામો સામે આવશે. સંજય સિંહે કહ્યુ કે આમ આદમી પાર્ટી દિલ્લીમાં બધી 7 સીટો પર જીત મેળવેશે. જ્યારે પંજાબના પરિણામો ચોંકાવનારા હશે. માત્ર સંજય સિંહ જ નહિ પરંતુ વિપક્ષના તમામ નેતાઓએ એક્ઝીટ પોલના પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામોની ઘોષણા 23મેના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X