સાવધાન: ક્યાંક સંતા બંતા આપને જેલમાં ના પહોંચાડી દે?

આપણામાંથી કદાચ જ કોઇ એવુ હશે જેને સંતા બંતા અંગે ખબર નહીં હોય. જીવન દરમ્યાન જ્યારે પણ જોક્સની વાત આવી હશે ત્યારે આ કેરેક્ટરને હંમેશાથી યાદ કરવામાં આવ્યા છે. સંતા બંતાના કેરેક્ટર આખાય દેશમાં ઘણાં લોકપ્રિય થઇ ગયા હતા. પરંતુ હવે પેટ પકડીને હસાવનાર આ કેરેક્ટર્સ આપને મુસીબતમાં નાખી શકે છે.

Santa Banta

જી હા, સુપ્રિમ કોર્ટમાં એક મહિલા વકીલ હરવિન્દર ચૌધરીએ આ સંદર્ભમાં એક અરજી દાખલ કરી છે, જેમા કહેવામાં આવ્યું છેકે સંતા બંતાના નામ જોક્સમાં શામેલ કરવાનો અર્થ શીખ સમુદાયની મજાક કરવી, તેમનું અપમાન કરવુ, અને તેમને મુર્ખ સમજવા તેવો થાય છે, એટલે સંતા બંતાના જોક્સ પર તાત્કાલિક ધોરણે રોક લગાવી દેવી જોઇએ.

સંતા બંતા પર મજાક એટલે શીખ સમુદાયની મજાક
જેના પર ન્યાયમૂર્તિ તીરથ સિંહ ઠાકુર અને ન્યાયમૂર્તિ વી.ગોપાલ ગૌડાએ સુનાવણી કરતા જાણાવ્યુ છેકે "શીખ સમુદાય પોતાના જબરજસ્ત હાસ્યબોધ માટે જાણીતો છે. અને તે સમુદાય પણ આવા જોક્સનો આનંદ લે છે. તમે ખુશવંત સિંહના જોક્સ પણ જોયા હશે, આ માત્ર એક મનોરંજન છે. તમારો કેસ સારી રીતે તૈયાર કરો અમે તમને સાંભળીશુ."

સુપ્રિમકોર્ટમાં અરજી દાખલ કરાઇ
મહિલા વકીલ હરવિન્દર ચૌધરીએ કહ્યું છેકે તેમને ઘણી વખત આ જોક્સના કારણે શરમમાં મૂકાવુ પડ્યું છે. આ કારણથી હવે શીખ સમુદાયના બાળકો પોતાના નામમાં કૌર કે સિંહ લગાવવાનું પસંદ નથી કરી રહ્યાં. અને એટલે જ મેં આ અરજી દાખલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X